ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિકોના મૃત્યુ બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકા ફરી સક્રિય થયું છે.
શહીદ સૈનિકોને સન્માન આપવા માટે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ ઝુકેલો રહેશે. વ્હાઈટ હાઉસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ 30 ઓગસ્ટ ની સાંજ સુધી અડધી કાઠીએ રહેશે.
રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કહી દીધું છે કે, અમે તમને માફ નહીં કરીએ, શોધીને સજા આપીશું. સાથે જ તેમનું મિશન હજું પૂરૂ નથી થયું એમ પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા અને 18 કરતા વધારે સૈનિકોને ઈજાઓ પહોંચી હતી.
