ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
ઇજિપ્તના પિરામિડ અને એમાં રહેલા મમી એક પ્રકારનું રહસ્ય છે. ઘણાં વર્ષોથી એના પર સંશોધન ચાલી રહ્યાં છે. ઇજિપ્તમાં તાજેતરમાં જ એક પ્રયોગ કરાયો છે, જેમાં 3,000 વર્ષ જૂની મમીનો સીટી સ્કૅન કરી રહસ્ય ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇટાલીનો પ્રયોગ ઐતિહાસિક સંશોધનનો એક ભાગ છે.
અંખેખોન્સુ નામના એક ધર્મગુરુનો પિરામિડ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. હવે આ મમીને એ પિરામિડમાંથી બહાર કાઢવામાં આવી છે અને બાદમાં એને બર્ગમો શીખ પુરાતત્ત્વીય સંગ્રહાલયમાં સાચવવામાં આવી હતી. હવે આ મમી વિશે વધુ જાણવા મિલાનની પોલિક્લિનિકો હૉસ્પિટલમાં ત્રણ દિવસીય સીટી સ્કૅનનો ઉપયોગ કરીને હવે મમી પર સંશોધન ચાલી રહ્યું છે.
ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે મમીનું સીટી સ્કૅન એના જીવન અને મૃત્યુ વિશેની માહિતી મેળવવામાં મદદ કરશે. એ પિરામિડમાં મૂકતાં પહેલાં તેને કાપડમાં લપેટવા માટે શું વપરાય છે એ પણ જાણાવા મળશે. આધુનિક તબીબી સંશોધન માટે પ્રાચીન રોગો અને જખમોનો અભ્યાસ મહત્ત્વપૂર્ણ છે.