ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીની તાલિબાને હત્યા કરી દીધી છે.
જોકે ક્રુરતાની તમામ હદો પાર કર્યા બાદ પણ તાલિબાનને હજી સંતોષ થયો નથી અને તાલિબાનને કહ્યુ છે કે, રોહુલ્લાહ સાલેહની લાશ સડવી જોઈએ.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રોહુલ્લાહ સાલેહને લડાઈ દરમિયાન તાલિબાનોએ પકડયા હતા અને તેમના પર ભારે અત્યાચાર ગુજાર્યા બાદ મારી નાંખ્યા હતા.
અમરુલ્લા સાલેહ પંજશીર ઘાટીમાં તાલિબાન વિરોધી વિપક્ષી તાકાતોના નેતાઓમાંના એક છે.
અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીના મોતની પુષ્ટિ તેમના ભત્રીજાએ કરી છે.
ઉલ્લેખનીય છે કે અમરુલ્લાહ સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીના માર્યા ગયાના સમાચાર તાલિબાન બળો દ્વારા પંજશીરના પ્રાંતીય કેન્દ્ર પર નિયંત્રણ કરવાના અમુક દિવસો બાદ આવ્યા હતા. પંજશીર તાલિબાન વિરુદ્ધ અંતિમ પ્રાંત હતો.
રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર.