ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઓગસ્ટ 2021
સોમવાર.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સર્જાયેલી સ્થિતિને લઇને ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે આ માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે.
આ સાથે જ તેમણે કહ્યું કે બેઠકમાં વિદેશ મંત્રાલય વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે.
જ્યારથી અફઘાનમા તાલિબાની શાસન આવ્યું છે ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યાં છે કે ભારતે અફઘાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે કઈ રણનીતિ છે તેની જાણકારી દેશને મળવી જોઈએ. વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે બેઠક બોલાવાઈ છે.
ઉલેખનીય છે કે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના તેના પ્રયાસોના ભાગરૂપે, ભારત તેની ચાર ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400 થી વધુ લોકોને પરત લાવ્યું છે.
'ટાઈગર 3'ના સેટ પરથી સલમાનનો ફર્સ્ટ લુક થયો લીક, લાંબા વાળ અને દાઢીમાં ઓળખવા મુશ્કેલ ; જુઓ તસ્વીરો