ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
અફઘાનિસ્તાન ઉપર તાલિબાન દ્વારા કબજો કર્યા પછી જે ડરનો માહોલ હતો એ હવે જાણે થોડો ઓસરતો જાય છે. એનું તાજેતરનું ઉદાહરણ રાજધાની કાબુલમાં જોવા મળ્યું છે. અહીંયાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ નવરાત્રીના પર્વની ઉજવણી માટેનું આયોજન કર્યું હતું. અહીં નવરાત્રીના શુભ પર્વ પર કીર્તન અને માતાના જગ્રાતા કરવામાં આવ્યાં હતાં.
મંગળવારે હિંદુઓએ કાબુલમાં અસમાઈ મંદિરમાં કીર્તન અને જાગરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને લગતા અમુક વીડિયોઝ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તાલિબાનના ભય હેઠળ જીવતા હિન્દુ અને શીખ સમુદાયના લોકો નવરાત્રી પર કાબુલના અસ્માઈ મંદિરમાં કીર્તન અને ભજન કરી રહ્યા છે. આ દરમિયાન અસમાઈ મંદિરના મૅનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે જણાવ્યું કે તેમણે કીર્તન અને જગ્રાતા સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જરૂરિયાતમંદ લોકોને જમાડવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 150 લોકો ભેગા થયા હતા. એમાં અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓની સાથે શીખ સમુદાયના લોકો પણ સામેલ થયા હતા.
શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સ પ્રથમ વખત આટલી ઉંચી સપાટીએ પહોંચ્યો, તો નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે
જોકે અહીંના હિન્દુ અને શીખ લોકોએ ભારત સરકારને વિનંતી કરી છે કે તે તેમને અફઘાનિસ્તાનમાંથી શક્ય બને તેટલા વહેલા બહાર કાઢે. તેમણે એવું પણ કહ્યું હતું કે હાલ અફઘાનિસ્તાનની સ્થિતિ સહેજ પણ સારી નથી અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મંદિર કાબુલમાં કરતે પરવાન ગુરુદ્વારાથી 4-5 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગુરુદ્વારામાં ગયા અઠવાડિયે જ તાલિબાનોએ તોડફોડ કરી હતી.