ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં ફેલાયેલી રાજકીય અશાંતિથી ભારતના મેડિકલ ટૂરિઝમને આર્થિક ફટકો પડવાની શક્યતા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
અમેરિકા સહિત અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં સસ્તી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ છે. એથી અફઘાનિસ્તાન સહિત અનેક ગરીબ દેશોના દર્દી ભારતમાં નિયમિત રૂપે સારવાર માટે આવતા હોય છે.
Ph.D. ચેમ્બર ઑફ કૉર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ અફઘાનિસ્તાનના દર્દી અને તેમના પરિવારોનું ભારતમાં લગભગ 1.5થી બે અબજ રૂપિયાનું યોગદાન રહ્યું છે. એક અંદાજ મુજબ દર વર્ષે 30,000 મેડિકલ વિઝા અફઘાની નાગરિકોના હોય છે. જોકે હવે તાલિબાન રાજને કારણે ભારતના મેડિકલ ટૂરિઝમને મોટા પ્રમાણમાં ફટકો પડવાની શક્યતા છે.
છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં મેડિકલ ટૂરિઝમ ફૂલ્યોફાલ્યો છે. એમાં લગભગ 54.3 ટકા બાંગ્લાદેશના લોકોએ ભારતમાં મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી છે, ત્યાર બાદ નવ ટકા ઇરાક અને આઠ ટકા અફઘાનિસ્તાન, છ ટકા માલદિવ્સ અને આફ્રિકન દેશોથી 4.5 ટકા લોકો સારવાર માટે ભારત આવ્યા હતા.
વિશ્વના આ દેશમાં કોરોનાનો માત્ર એક જ કેસ સામે આવ્યો અને આખા દેશમાં લોકડાઉન… જાણો વિગતે
ખાનગી હેલ્થકૅર સંસ્થાના કહેવા મુજબ છેલ્લા 18 મહિનામાં કૉમર્શિયલ ફ્લાઇટની અવરજવર ઉપર પણ પ્રતિબંધ હતો. એથી ફોરેનથી આવનારા દર્દીઓની સંખ્યામાં પહેલાંથી ઘટાડો થયો છે. હવે અફઘાનિસ્તાનથી આવનારા દર્દીની સંખ્યા પણ ઘટાડો થવાની શક્યતા છે.