News Continuous Bureau | Mumbai
સત્તામાંથી હટ્યા બાદ પણ પાકિસ્તાન(Pakistan Ex PM Imran Khan)ના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સતત ચર્ચામાં છે. પાક સરકાર પૂર્વ પીએમ ખાન અને ગિલગિટ-બાલ્ટિસ્તાન(Gilgit-Baltistan) અને ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રીઓ પર રાજદ્રોહનો કેસ(Case of treason) શરૂ કરવાનો વિચાર કરી રહી છે. શરીફ સરકારે(Shahbaz Sharif) પાછલા મહિને અહીં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ફેડરેશન પર હુમલાનું ષડયંત્ર રચવા માટે ખાન વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાનું મન બનાવ્યું છે.
મહત્વનું છે કે આ પહેલાં મદીનામાં પીએમ શાહબાઝ શરીફ વિરુદ્ધ થયેલી નારેબાજી મામલામાં ખાન વિરુદ્ધ ઈશનિંદાનો આરોપ લગાવવામાં આવી ચુક્યો છે. તેવામાં સરકાર વિરુદ્ધ ક્રાંતિની તૈયારી કરી રહેલા ખાન કાયદાકીય બાબતોમાં ફસાતા જાેવા મળી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે AAPનો વિરોધ- કેન્દ્રની મોદી સરકાર પર સાધ્યું નિશાન- કાશ્મીરી પંડિતોના પલાયનને લઈને કહી આ વાત
પાકિસ્તાનના ગૃહમંત્રી(Pakistan home minister) રાણા સનાઉલ્લાહ ખાનની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની વિશેષ સમિતિની એક બેઠકમાં ગુરૂવારે ખાન અન્ય વિરુદ્ધ આઝાદી માર્ચ(Azadi March) બાદ રાજદ્રોહનો કેસ ચલાવવા મુદ્દે વિચાર કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ માર્ચ બાદ રાજધાની ઇસ્લામાબાદ(Islamabad)માં ઘણી જગ્યાએ હિંસા અને તોડફોડ થઈ હતી.
પાકિસ્તાન(Pakistan)માં સત્તા ગુમાવ્યા બાદ સરકાર પર સમય પહેલા ચૂંટણી(Election) કરાવવા માટે દબાવ બનાવવા ૨૫ માર્ચે આ માર્ચ કાઢવામાં આવી હતી. પરંતુ માર્ચ સફળ રહી નહીં અને આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારી(Protestors)ઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. માર્ચ દરમિયાન સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે સરકાર ઇમરાન ખાન અને અન્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાનો વિચાર કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : વારાણસી બ્લાસ્ટ – આતંકી વલીઉલ્લાહને મળ્યું તેના કર્મોનું ફળ- ગાઝિયાબાદ કોર્ટે ફટકારી આ આકરી સજા
પાકિસ્તાનની સરકારી ન્યૂઝ એજન્સી પ્રમાણે સમિતિને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ની માર્ચ અને ફેડરેશન પર હુમલો કરવાના ષડયંત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. અહેવાલ અનુસાર- કેબિનેટ કમિટી (પીટીઆઈ પ્રમુખ ઇમરાન ખાન અને ખૈબર પખ્તૂનખ્વા તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીઓ મહમૂદ ખાન તથા ખાલિદ ખુર્શીદ વિરુદ્ધ કલમ ૧૨૪ એ હેઠળ રાજદ્રોહના કેસ પર વિચાર કરવામાં આવ્યો). ત્યારબાદ કેબિનેટે અંતિમ ભલામણ કરવા માટે અને આગળની ચર્ચા માટે બેઠક છ જૂન સુધી સ્થગિત કરી દીધી હતી.