ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દુનિયાભરમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમીક્રોને આતંક મચાવ્યો છે તેથી અનેક દેશોની ચિંતા વધી ગઈ છે. તેમાં હવે બર્ડ ફ્લુએ ટેન્શન વધારી દીધું છે. નિષ્ણાતોએ વિશ્વને બર્ડ બ્લુને લઈને એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેનશ (WHO)એ બર્ડ ફ્લુનો આતંક વકરી શકે છે એવી ચેતવણી આપી છે. WHOના કહેવા મુજબ એશિયા અને યુરોપમાં બર્ડ ફ્લૂ વકરવાનો અંદાજો વ્યક્ત કર્યો છે.
આ દરમિયાન ઈગ્લેન્ડના હેલ્થ પ્રોટેક્શન એજેન્સીએ એવી જાહેરાત કરી છે કે દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડમાં રહેતી એક વ્યક્તિમાં આ બર્ડ ફલૂ મળી આવ્યો છે. બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે, તે વ્યકિત પક્ષીના સંપર્કમાં આવે તો તેને ચેપ લાગી શકે છે. આ વ્યક્તિએ સંક્રમિત પક્ષીને પોતાના ઘરની પાસે રાખ્યા હતા. સ્થાનિક પ્રશાસન હવે આ વ્યકિતના સંપર્કમાં આવેલા લોકોને શોધી રહી છે. બર્ડ ફ્લૂનો ચેપ એવ્હિયન ઈન્ફ્લૂએન્ઝા વાયરસ ( H5N1)ને કારણે થાય છે. અત્યાર સુધી બર્ડ ફ્લૂ સંદર્ભમાં તે મનુષ્યમાં ફેલાતો નહોતો એવું સામે આવ્યું હતું. પરંતુ તકેદારીના પગલારૂપે નાગરિકોએ મૃત પક્ષીઓને હાથ લગાવવો નહીં એવું નિષ્ણાતોનું કહેવું છે.
વિશ્વના આ દેશમાં કોરોનાનો મોત વિસ્ફોટ, એક જ દિવસમાં ૨.૭ લાખ નવા કેસ નોંધાયા