News Continuous Bureau | Mumbai
મોંઘવારીના(Inflation) માર વચ્ચે પીસાતી પ્રજાને મોદી સરકારે(Modi government) મોટી રાહત આપ્યા બાદ પાડોશી રાજ્યના લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે. આ સિલસિલામાં પાકિસ્તાનના(Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને(Former Prime Minister Imran Khan) ખુલ્લેઆમ ભારત સરકારના(Indian Govt) એક નિર્ણય ની પ્રશંસા કરી છે. ભારત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ(petrol and diesel) પરની એક્સાઈઝ ડ્યુટીમાં( Excise duty) ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ઈમરાનની નજરમાં એટલા માટે શક્ય હતું કારણ કે ભારતની એક સ્વતંત્ર વિદેશ નીતિ(Independent foreign policy) છે. તેઓ અમેરિકાના દબાણમાં આવ્યા નહીં, તેમણે રશિયા(Russia) પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદ્યું અને પછી પોતાના નાગરિકોને રાહત આપી.
ઈમરાન ખાને પોતાના ટિ્વટમાં લખ્યું છે કે ક્વોડનો ભાગ હોવા છતાં ભારતે અમેરિકાના દબાણને યોગ્ય રીતે સંભાળ્યું. તેના પ્રયાસોના આધારે તેણે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ પણ ખરીદ્યું. અમારી સરકાર પણ પાકિસ્તાનમાં આવું જ કંઈક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ બધું સ્વતંત્ર વિદેશ નીતિના આધારે થઈ શકે છે.
જાે કે, ઈમરાન ખાને આ ટિ્વટ એવા સમયે કર્યું છે જ્યારે પાકિસ્તાનમાં મોંઘવારીનાં તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ત્યાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. રશિયા- યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war) તેનું એક કારણ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે. દૂધથી લઈને શાકભાજી સુધી દરેક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે પાકિસ્તાનમાં નવી સરકાર બની છે, શાહબાઝ શરીફ વડાપ્રધાન છે, પરંતુ જમીની પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી. આ મુદ્દાઓ પહેલા જ ચૂંટણી યોજવાની તલવાર લટકી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મંકી પોકસ માટે પણ હવે કવોરન્ટાઈન થવું ફરજિયાત, વિશ્વના આ દેશે કરી શરૂઆત.. જાણો વિગતે
પાકિસ્તાનમાં થોડા દિવસો પહેલા ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. તેમના તરફથી સતત આક્ષેપો થતા હતા કે પાકિસ્તાનના રાજકારણમાં અમેરિકાની વધુ પડતી દખલગીરી છે અને તેથી જ તેમના દેશમાં સ્વતંત્ર વિદેશ નીતિ નથી. તેમની નજરમાં ભારતે એક સ્વતંત્ર વિદેશ નીતિ બનાવી છે, જેના કારણે તેમને કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે ઈમરાન તેને તે જ દ્રષ્ટિકોણથી જાેઈ રહ્યા છે અને પોતાના જ દેશ પર સવાલ ઉઠાવી રહ્યા છે.