Site icon

પુતિન બાદ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારત આવશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

જાપાનની જેમ ચીન સાથે ભારતની ક્ષેત્રીય મુશ્કેલીઓ છે. ભારતીય સેનાએ ચીન સામે મોરચો ખોલી રાખ્યો છે. ચીને અરુણાચલ પ્રદેશની સરહદે ૧૦૦ ઘરોનું ગામ વસાવ્યું છે. આ પગલાંની નોંધ જાપાનીઝ અખબાર ‘સંકેઈ’માં મોટા પાયે લેવાઈ છે. આ રીતે જાપાન ઓકિનાવા પ્રાંતમાં ર્નિજન દ્વીપો પર ચીનના દુઃસાહસને રોકવાનો પણ પ્રયાસ કરે છે. બેજિંગ આ દ્વીપસમૂહ પર દાવો કરી રહ્યું છે. અહીં તેની નજર સમુદ્ર તળે મોજુદ કુદરતી સંસાધનોના વિશાળ ભંડારો પર છે. પાંચ વર્ષમાં ચીને આ અભિયાન તેજ કર્યું છે. ચીન સાથેની સરહદો અને તેની સાથેના ક્ષેત્રીય વિવાદો બંને દેશોને સ્વભાવિક ભાગીદાર બનાવે છે. કિશિદા ભારત આવશે, તો ચીનને ધ્યાનમાં રાખીને જાપાન અને ભારત બેજિંગની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પહેલના વિકલ્પ તરીકે પાયાના માળખાના પ્રોજેક્ટમાં સહભાગી બની શકે છે. જાપાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિફેન્સ સ્ટડીઝના વિશ્લેષકો માને છે કે, જાપાનના ઓપન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના અભિયાનમાં ભારત સૌથી મહત્ત્વનું ભાગીદાર છે. આ સંબંધને આગળ વધારવા માટે ભારતીય વાયુસેના આગામી વર્ષે સંયુક્ત અભ્યાસમાં છ સુખોઈ ફાઈટર વિમાનને જાપાન મોકલશે. બ્રાઉનના મતે, ચીનને લઈને ઓસ્ટ્રેલિયાના અનુભવમાંથી પણ બોધપાઠ લઈ શકાય છે. તેઓ રાજકીય અને આર્થિક દબાણ છતાં ચીનને જુદું રાખવામાં સફળ રહ્યા. બેજિંગે પોતાના ‘ભેડિયા યોદ્ધા’ રાજદૂતોને પણ ઓસ્ટ્રેલિયાને બદનામ કરવા તહેનાત કર્યા હતા. આમ છતાં, ઓસ્ટ્રેલિયા ક્વૉટ સભ્ય તરીકે હંમેશા સુરક્ષિત રહ્યું.જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ટૂંક સમયમાં ભારત આવશે. આ પહેલાં જાપાનના પીએમએ ૨૦૧૮માં ભારતની મુલાકાત લીધી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, ત્યારથી અત્યાર સુધી ક્ષેત્રીય સ્થિતિમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. ટેમ્પલ યુનિવર્સિટીના ટોક્યો પરિસરમાં આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રો. જેમ્સ બ્રાઉનના મતે, ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ રાખવા જાપાન માટે ઘણા મહત્ત્વના છે કારણ કે, ટોક્યો સમજે છે કે તેના માટે ફક્ત અમેરિકાનો સાથ પૂરતો નથી. જાપાન નવા સુરક્ષા સહયોગીઓ ઝડપથી વિકસાવી રહ્યું છે. આ વર્ષે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ્‌સ અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોના સૈન્ય અધિકારીઓએ જાપાનનો પ્રવાસ કર્યો છે. જાપાન ભારતને મિત્ર દેશ તરીકે મજબૂતીથી જાેડવા ઈચ્છે છે. કારણ એ છે કે, ભારત વિશાળ અને ઉભરતી આર્થિક શક્તિ છે.

હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંના સ્થાનિક શિવકુમાર પાસે બિપિન રાવતે પાણી માંગ્યું હતું પરંતુ તે આપી ન શક્યા. જાણો છેલ્લા બિપીન રાવતના પળોની કહાની….

US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Exit mobile version