Site icon

ફ્રાંસે આતંક સામે કરી સર્જીકલ સ્ટ્રાઈક.. માલીમાં છુપાયેલા 50 થી વધુ જેહાદીઓ માર્યા ગયા

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
03 નવેમ્બર 2020

ફ્રાન્સે આતંકવાદીઓ સામે મોરચો ખોલ્યો છે. ફ્રેન્ચ સરકારનો દાવો છે કે મધ્ય માલીમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન, તેઓએ અલ-કાયદાના આતંકવાદીઓ સાથે સંકળાયેલા 50 થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ ટ્વીટ કરીને આની માહિતી આપી છે. ફ્રાન્સે ગયા અઠવાડિયાથી જ આ ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી પણ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીને કહ્યું કે, 'માલીમાં અમારા સૈનિકોએ 50થી વધુ જેહાડીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, લશ્કરી કાર્યવાહી દરમ્યાન સેનાએ વિશાળ માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો કબજે કર્યા છે. હું અમારા સૈનિકોની પ્રતિબદ્ધતાને સલામ કરું છું. અમારી સરહદોથી દૂર, તેઓ અમારી સુરક્ષા માટે કામ કરે છે. '

ફ્રાન્સે બુર્કિના ફાસો અને નાઇજરની સરહદ નજીક આ કાર્યવાહી હાથ ધરી છે. અહીંનું ફ્રેન્ચ સૈન્ય ધાર્મિક કટ્ટરવાદીઓ સામે લડત આપી રહ્યું છે. ફ્રાન્સે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદીઓ સામે લડત ચાલુ જ રહેશે. આતંકવાદીઓને પરાજિત કરવામાં નહીં આવે ત્યાં સુધી ફ્રાન્સ ચૂપ નહીં બેસે..

H-1B Visa: જાણો શું છે ચીનનો કે (K) વિઝા કાર્યક્રમ, જેની સરખામણી અમેરિકાના એચ-૧બી (H-1B) વિઝા સાથે કરવામાં આવી રહી છે
Pavel Durov: શેખ નહિ પરંતુ આ વ્યક્તિ છે દુબઇ નો અબજોપતિ, જેણે બનાવી છે ૧૭.૧ અબજ ડોલરની સંપત્તિ, જાણો તેના વિશે અહીં
US shutdown: અમેરિકામાં શટડાઉનનું સંકટ: સેનેટ નિષ્ફળ, બંધ થઈ શકે છે સરકારી કચેરીઓ, જાણો કેમ મચ્યો હંગામો
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Exit mobile version