ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પંજશીરમાં તાલિબાન ભલે કબ્જો કર્યાનો દાવો કરી રહ્યાં હોય પરંતુ હજુ પણ જંગ ખતમ થઇ નથી.
પંજશીર ઘાટીમાં હવે કેટલાંક અજ્ઞાત સૈન્ય વિમાનો દ્વારા હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે.
આ હુમલો ત્યાંના તાલિબાનના ઠેકાણાંઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો છે.
આ હવાઈ હુમલામાં કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
અહેમદ મસૂદ, જે પંજશીરના શેર તરીકે ઓળખાય છે, તે થોડા દિવસો માટે તાજિકિસ્તાનમાં છે. તેથી, એવું માનવામાં આવે છે કે તાલિબાનના પાયા પર આ હવાઈ હુમલો તાજિકિસ્તાન અથવા રશિયાના વિમાનો દ્વારા કરવામાં આવ્યો છે.
અગાઉ તાલિબાનના લડાકુ પંજશીરમાં ઘુસી ગયા હતાં. ત્યાં તાલિબાનોએ પોતાનો ઝંડો પણ લહેરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પંજશીર અફઘાનિસ્તાનનો અંતિમ વિસ્તાર છે કે જ્યાં તાલિબાનોએ હજુ સુધી સંપૂર્ણ રીતે કબ્જો નથી જમાવ્યો.
જો કે, તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદએ સોમવારના રોજ એવો દાવો કર્યો હતો કે, પંજશીર હવે તાલિબાન લડાકુઓના નિયંત્રણમાં છે