News Continuous Bureau | Mumbai
Alaska Airlines: અમેરિકન અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે ટેકઓફ કરી હજારો ફૂટ ઉંચે આકાશમાં ફલાઈટ કરી રહી હતી ત્યારે તેની બારીનો ( window blowout ) એક ભાગ આકાશમાં તૂટીને હવામાં ઉડી ગયો હતો. આ પછી મુસાફરોમાં ( passengers ) ગભરાટ ફેલાયો હતો અને ત્યારબાદ પ્લેનને અમેરિકાના ઓરેગોનમાં ( Oregon ) ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, આ દરમિયાન કોઈને ઈજા થઈ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રૂ ( Crew ) સવાર હતા. એરલાઈને કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. એરલાઈને જણાવ્યું હતું કે, “આજે સાંજે (વિદેશ સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે) પોર્ટલેન્ડ ( Portland ) , ઓરેગોનથી ઓન્ટારિયો, કેલિફોર્નિયા જતી અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ ( Alaska Airlines Flight ) 1282 પર ટેકઓફ ( take off ) કર્યાના થોડા સમય બાદ એક ઘટના બની હતી,” એરલાઈને જણાવ્યું હતું. પ્લેન 174 મહેમાનો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
🚨 BREAKING: Dramatic cell phone video taken by a passenger on an Alaska Airlines flight tonght after a large window section of the aircraft blew out in mid-air.
The flight was headed from PDX to Ontario, California. Officials said the seat was unoccupied at the time of the… pic.twitter.com/mch0OXpuKq
— 🇺🇸 Larry 🇺🇸 (@LarryDJonesJr) January 6, 2024
પ્લેન 16,000 ફૂટની ઉંચાઈ પર હતું ત્યારે આ ઘટના બની હતી: સુત્રો…
એક રિપોર્ટ મુજબ, આ પ્લેન કેનેડાના ઓન્ટારિયો જઈ રહ્યું હતું, પરંતુ તેનું પોર્ટલેન્ડમાં જ ઈમરજન્સી લેન્ડિંગ ( Emergency landing ) કરવું પડ્યું હતું. એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ એરોપ્લેન્સે એક અંગ્રેજી મિડીયાને માહિતી આપતા કહયું હતું કે, “અમને અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ #AS1282 સાથે સંકળાયેલી ઘટનાની જાણ થતા જ. અમે વધુ માહિતી એકત્ર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available.
— Alaska Airlines (@AlaskaAir) January 6, 2024
આ સમાચાર પણ વાંચો : Indian Navy: ભારતીય નૌકાદળે અપહરણ કરેલ કાર્ગો જહાજમાંથી 15 ભારતીયો સહિત આટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.. આ રીતે પાર પાડ્યું ઓપરેશન…
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAware ના ડેટા અનુસાર, હવામાં ઉડતા સમયે પ્લેન 16,000 ફૂટની ઉંચાઈ પર હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે એક ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે આ ઘટના અંગે શક્ય તેટલી વધુ માહિતી એકઠી કરી રહ્યું છે. જેમાં આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.