News Continuous Bureau | Mumbai
વ્યસનની લત માણસ હોય કે અન્ય જીવને હોય તેમના માટે ખુબ જ હાનિકારક સાબિત થતી હોય છે. ત્યારે માણસના વ્યસનની લત વિશે તો તમે સાંભળ્યુ હશે. પરંતુ આ વાત છે એક શ્વાનની જે નશાને રવાડે ચડ્યા છે. આ કિસ્સો ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરનો છે. જ્યાં એક વ્યક્તિએ બે કૂતરા પાળ્યા હતા. લેબ્રાડોર જાતિના આ કૂતરાઓમાંથી એકનું નામ ‘કોકો’ અને બીજાનું નામ ‘કેનાઈન’ હતું. આ બે શ્વાન કોકો અને કોનાઇનનો માલિક દરરોજ દારૂ પીતા હતા. જ્યારે તેનો માલિક દારૂ પીને સૂઈ જતો ત્યારે તે બંને માલિકના ગ્લાસમાં બાકી રહેલો દારૂ પી જતા હતા. આ સતત પ્રક્રિયા બાદ આ બંને શ્વાનને દારૂની લત લાગી ગઈ હતી.
માલિકના મૃત્યુ બાદ નશાના રવાડે ચડ્યા શ્વાન, અઠવાડિયા સુધી બેહોશ રાખી છોડાવાઇ લત
એક દિવસ અચાનક જ્યારે તેમના માલિકનું અવસાન થયું, ત્યારે બંને માટે દારૂ વિના એક દિવસ પણ જીવવું મુશ્કેલ બની ગયું. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોકોને સારવાર માટે પ્લાયમાઉથના એક એનિમલ શેલ્ટરમાં લાવવામાં આવ્યો. શેલ્ટરમાં સારવાર દરમિયાન એટેક અને ખેંચ આવવાથી રોકવા માટે તેને ઘણા દિવસો સુધી બેભાન રાખવામાં આવ્યો હતો. તબીબોએ તેની સારવાર કરી તે બાદ તેની તબિયત સુધારા પર છે. આ પ્રથમ વખત હતું. જ્યારે વુડસાઇડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટે શ્વાનને નશાની લતમાંથી છોડાવ્યો હોય.
આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર! આ તારીખથી મુંબઈ અને નાગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો સમય અને સ્ટોપેજ વિશે
ઉલ્લેખનીય છે કે કોકોની હાલતની આ કહાની સાંભળીને સોશિયલ મીડિયા પર જીવદયા પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી. તેમણે કોકો માટે પ્રાર્થના કરી હતી. અને તેમના જલ્દી થીક થઇ જવાની આશા બાંધી હતી.