News Continuous Bureau | Mumbai
Eel Vietnam: સર્જરી દરમિયાન ડોકટરોને 25 ઇંચ લાંબી અને ચાર ઇંચ પહોળી જીવતી ઈલ માછલી મળી
વિયેતનામની ( Vietnam ) રાજધાની હનોઇ ખાતે એક આશ્ચર્યજનક કિસ્સો નોંધાયો છે. અહીં 31 વર્ષીય ભારતીય ( Indian ) વ્યક્તિને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. પેટમાં દુખાવાની ફરિયાદને પગલે. 27મી જુલાઈના રોજ આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એક્સ રેથી માલૂમ પડ્યું કે તે વ્યક્તિના પેટમાં કોઈ જીવતી વસ્તુ હરી ફરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Junagadh Girnar: ચોમાસામાં ગુજરાતના આ પર્વતની ચોક્કસ લેજો મુલાકાત, અહીં વરસાદમાં હોય છે મનમોહક માહોલ
Eel Vietnam: ઓપન સેશન દરમિયાન શું થયું?
ઓપરેશન દરમિયાન પેટમાંથી 25 ઇંચ લાંબી અને ચાર ઇંચ પહોળી જીવતી ઈલ માછલી ( Eel Fish ) બહાર કાઢવામાં આવી છે. આ ઉપરાંત એક મોટું લીંબુ પણ પેટ માંથી બહાર નીકળ્યું છે. હવે ડોક્ટરો વિચારી રહ્યા છે કે આખરે આ બધી વસ્તુઓ. પેશંટના પેટમાં શી રીતે પહોંચી.?