ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
અમેરિકાએ ભારતને- પાકિસ્તાન, સીરિયા, યમન અને ઇરાકની વર્ગીકૃત શ્રેણી માં મુક્યું છે. જે માટે કહેવાયું છે કે ભારતમાં કોરોનાની વધતા જતાં કેસો, વધતા જતા ગુના અને આતંકવાદી પ્રવૃત્તિઓની સંભાવનાને કારણે અમેરિકાએ ભારતને આ દેશોની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે.
અત્રે જાણવું જરૂરી છે કે થોડા દિવસો બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થવાની છે. જે માટે અમેરિકા હિન્દુસ્તાની વંશના મતદારોને લુભાવવા માટે ઘનિષ્ટ મિત્રતાનો દાવો કરી રહયું છે. બીજી તરફ અમેરિકાએ ભારતને પાકિસ્તાન અને યમન જેવા દેશોની કેટેગરીમાં ધકેલી દીધું છે. અમે અમારા નાગરિકોને ભારતમાં પ્રવાસ કરવાનું ટાળવાની સલાહ પણ આપી છે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદ પાર ન કરવી જોઈએ. તેણે ભારતના કેટલાક ભાગોમાં મહિલાઓ પર અત્યાચાર વધવાના કારણો પણ આપ્યા છે.
ભારતીય પર્યટન અને હોસ્પિટાલિટી એસોસિએશન (એફઆઈએટીએચ) એ કેન્દ્રની વિનંતી કરી છે કે તેઓ ભારતને આપવામાં આવેલી કેટેગરીમાં બદલવા માટે યુ.એસ. પર દબાણ લાવે કારણકે "કોરોનાને કારણે પર્યટન વ્યવસાયને ભારે અસર પહોંચાડી છે. આ ઉપરાંત અમેરિકાએ ભારતને આ દેશોની શ્રેણીમાં મૂકીને દેશની નકારાત્મક છબી બનાવી છે." નોંધનીય છે કે ભારતમાં આવતા પ્રવાસીઓમાં અમેરિકન પ્રવાસીઓની સંખ્યા વધારે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
