Site icon

ખતરાની ઘંટડી વાગી ગઈ- દુનિયાને વેક્સીન આપનાર આ કંપનીના CEO આવ્યા કોરોનાની ચપેટમાં- થયા આઈસોલેટ

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાની ત્રીજી લહેર(third wave of Corona) ઓસરી ગઈ છે અને હવે ચોથી લહેરનું જોખમ(Fourth wave threat) માથા પર મંડાઈ રહ્યું છે. ત્યારે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વની મહાસત્તા ગણાતા ચીન અને અમેરિકામાં(China and America) પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સામાન્ય નાગરિકોની સાથે જ દિગ્ગજ નેતાઓ અને ટોચના બિઝનેસમેનો(Top businessmen) પણ કોરોનાની ચપેટમાં ફરી આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ(President of America) જો બાયડેનના(Joe Biden) પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી (America's first lady) જિલ બાયડેનને(Jill Biden) કોરોનાનો ચેપ લાગ્યો હતો. હવે કોરોના પ્રતિબંધક વેક્સિનનુ ઉત્પાદન(Vaccine production) કરનારા ફાયઝર કંપનીના સીઈઓ(CEO of Pfizer) અલ્બર્ટ બોર્લાનો(Albert bourla) રિપોર્ટ પણ સોમવારે પોઝિટિવ આવ્યો છે. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે.

આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

ફાયઝર કંપનીના સીઈઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ફાયઝર બાયોટેક વેક્સિનના(Pfizer Biotech's vaccines) ચાર ડોઝ લીધા બાદ પણ તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાના લક્ષણો હળવા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓએ Paxlovid લેવાની શરૂઆત કરી છે. અમેરિકામાં એફડીએએ ડિસેમ્બર 2021થી ઈમરજન્સી ઉપયોગ માટે Paxlovid લેવાની મંજૂરી આપી છે.  

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version