News Continuous Bureau | Mumbai
America Gun Firing: અમેરિકાના અરકાનસાસમાં ( Arkansas ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર ( Gun Firing ) કર્યો હતો. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ફાયરિંગ કરનાર આરોપીનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ ઘટના અરકાનસાસની રાજધાની લિટલ રોકથી લગભગ એક કલાક દૂર જોન્સબોરો શહેરમાં રવિવારે બની હતી.
પોલીસે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરની એક જૂની બિલ્ડિંગમાં ખાનગી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને ફાયરિંગની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ઘટનાનો ભોગ બનેલા પુરૂષો અને મહિલાઓ ગોળી ચલાવનાર વ્યક્તિને ઓળખતા હતા. જોકે, આરોપીઓએ શા માટે ફાયરિંગ કર્યું તે હાલ જાણી શકાયું નથી.
બંદૂકધારી હુમલાખોરના મોત પાછળનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી..
બીજી તરફ, બંદૂકધારી હુમલાખોરના ( gunman ) મોત પાછળનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં આ વર્ષે અત્યાર સુધીમાં સામૂહિક ગોળીબારની ઓછામાં ઓછી 73 ઘટનાઓ જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : Electoral Bonds: ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBIની અરજી ફગાવી, આવતીકાલ સુધીમાં વિગતો આપવાનો આદેશ.