News Continuous Bureau | Mumbai
America: ભલે દેશ અને દુનિયામાં છૂટાછેડાના ( divorce ) ઘણા કિસ્સા જોવા મળે છે, પરંતુ આ કિસ્સો ખૂબ જ અનોખો છે. સામાન્ય રીતે, છૂટાછેડા પછી, પત્નીઓ ( Husband Wife ) તેમના પતિ પાસેથી સમાધાન તરીકે પૈસા માંગે છે, પરંતુ આ વ્યક્તિએ તેની પત્નીને તેની કિડની ( kidney ) પરત માંગી હતી. આ વ્યક્તિનું નામ છે ડૉ. રિચર્ડ બટિસ્ટા જેની પત્નીનું નામ ડોનેલે છે.
વાસ્તવમાં, રિચર્ડે તેની પત્નીનો જીવ બચાવવા માટે તેની કિડની તેની પત્નીને દાનમાં ( Kidney donation ) આપી હતી. પરંતુ તેની પત્ની સ્વસ્થ થતાં જ ચાર વર્ષ બાદ રિચર્ડ પાસેથી છૂટાછેડા માંગ્યા હતા. આ પછી પતિ ગુસ્સે થઈ ગયો અને તેણે પત્ની પાસેથી તેની કિડની પાછી માંગી હતી. રિચાર્ડે તો ત્યાં સુધી કહ્યું કે, જો તે કિડનીનું દાન ન કરી શકે તો તેણે 1.2 મિલિયન પાઉન્ડ આપવા જોઈએ. આ મામલો હવે કોર્ટમાં ( US Court ) પહોંચ્યો છે.
શું છે આ સંપુર્ણ મામલો..
આ મામલો વર્ષ 2019નો છે અને અમેરિકન ડૉક્ટર રિચર્ડ બટિસ્ટાનો છે. તેણે વર્ષ 1990માં ડોનેલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો પણ છે. રિપોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, બટિસ્ટાએ વર્ષ 2001માં તેની પત્નીને તેની કિડની દાનમાં આપી હતી. કારણ કે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, પરંતુ માત્ર ચાર વર્ષ પછી, તેની પત્ની ડોનેલે છૂટાછેડા દાખલ કર્યા. આ જોઈને બટિસ્ટા ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. રિચાર્ડે તેની પત્ની પર અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમજ એમ પણ કહ્યું હતું કે, કાં તો કિડની પરત કરો અથવા પૈસા આપો.
આ સમાચાર પણ વાંચો : Passport: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું લિસ્ટ જાહેર! આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, જાણો ભારત-પાકિસ્તાન કયા સ્થાને
છૂટાછેડા પછી, રિચાર્ડ બટિસ્ટાએ તેની પત્નીને તેની કિડની પાછી માંગી, અને કહ્યું હતું કે, કાં તો તેણી તેને કિડની આપશે અથવા તે તેણીને 1.2 મિલિયન પાઉન્ડ આપશે. કિડની પરત આવવાના કિસ્સામાં, તબીબી નિષ્ણાતો કહે છે કે તે શક્ય નથી. નિષ્ણાતે એમ પણ કહ્યું કે ડોનેલને તેની કિડની પાછી મેળવવા માટે બીજું ઓપરેશન કરાવવું પડશે અને જો આવું થાય તો તેનો જીવ જોખમમાં આવી શકે છે. તેથી જ કિડની પાછી આપી શકાતી નથી. તેમ જ એક્સપર્ટે એમ પણ કહ્યું હતું કે, નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે હવે તે કિડની ડોનેલની બની ગઈ છે કારણ કે તે તેના શરીરમાં છે.
આ કેસની સુનાવણી નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. જ્યાં ન્યાયાધીશે ડો. રિચાર્ડ બટિસ્ટાની વિનંતીને નકારી કાઢી હતી. કોર્ટે આ કેસમાં 10 પાનાનો ચુકાદો આપ્યો છે. મેટ્રિમોનિયલ રેફરી જેફરીએ જણાવ્યું હતું કે પ્રતિવાદીની વળતર અને કિડનીની માંગ માત્ર કાયદાકીય ઉકેલની વિરુદ્ધ છે, એટલું જ નહીં પરંતુ તે તેને ફાજદારી કાર્યવાહીમાં પણ ફસાવી શકે છે..