News Continuous Bureau | Mumbai
America: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ( US presidential election ) રિપબ્લિકન ઉમેદવાર બનવાની રેસમાં રહેલી ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ( Nikki Haley ) ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે વર્તમાન ભારત હવે અમેરિકા ( USA ) પર ભરોસો નથી કરતું અને તેને કમજોર માને છે.એટલું જ નહીં તેણે ભારત અને રશિયા ( India Russia ) વચ્ચેના ગાઢ સંબંધો પર પણ નિશાન સાધ્યું.નિક્કીએ કહ્યું કે ભારત સ્માર્ટ બની રહ્યું છે અને વર્તમાન સંજોગોમાં રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે.
ભારતીય-અમેરિકન હેલીએ કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતે ( India ) ખૂબ જ ચતુરાઈ બતાવી છે અને રશિયા સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે. હેલીએ ફોક્સ બિઝનેસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે હાલ ભારત અમેરિકાને કમજોર માને છે. તેણે કહ્યું, ‘મેં ભારત સાથે પણ કામ કર્યું છે. મેં મોદી સાથે વાત કરી છે. ભારત અમારું ભાગીદાર બનવા માંગે છે. તેઓ રશિયાના ભાગીદાર બનવા માંગતા નથી.
સમસ્યા એ છે કે ભારતને અમારી જીત અંગે શંકા છે, તેઓને અમારા નેતૃત્વ પર વિશ્વાસ નથીઃ નિક્કી હેલી..
એક પ્રશ્નના જવાબમાં હેલીએ કહ્યું હતું કે, ‘સમસ્યા એ છે કે ભારતને અમારી જીત અંગે શંકા છે, તેઓને અમારા નેતૃત્વ પર વિશ્વાસ નથી. આ સમયે તેમને લાગે છે કે અમેરિકા નબળું છે. ભારતે હંમેશા ચતુરાઈથી કામ કર્યું છે અને રશિયા સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે કારણ કે તેમને ત્યાંથી ઘણાં લશ્કરી સાધનો મળે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મોટા સમાચાર! મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથની સંભાવના.. હવે આ મોટી પાર્ટી મહાગઠબંધનમાં જોડવાની તૈયારીમાંઃ સુત્રો.
સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલીએ ફોક્સ બિઝનેસ ન્યૂઝને જણાવ્યું હતું કે જ્યારે અમે ફરીથી નેતૃત્વ કરવાનું શરૂ કરીશું, ત્યારે અમે પહેલા અમારી નબળાઈઓને દૂર કરીશું અને તે પછી જ અમારા મિત્રો ભારત, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા અને ન્યુઝીલેન્ડ અમારા પર વિશ્વાસ કરશે.
નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત અને દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર હેલી (52) એકમાત્ર દાવેદાર છે જે રિપબ્લિકન ઉમેદવાર બનવા માટે ટ્રમ્પ (77)ને પડકાર આપી રહી છે.ટ્રમ્પ રિપબ્લિકન ઉમેદવાર છે અને બિડેન (81) ડેમોક્રેટિક ઉમેદવાર બનવાના પ્રબળ દાવેદાર છે.
