News Continuous Bureau | Mumbai
America: પતિ – પત્નીના ( Husband – Wife ) સંબંધોમાં શારીરિક સંબંધ ( physical relationship ) બંધાવો એ સામાન્ય વાત છે. પરંતુ અમેરિકા (America) માં એક એવી ઘટના બની છે જ્યાં એક પુરુષને તેની પત્ની સાથે શારીરિક સંબંધ રાખવા બદલ 2 વર્ષની જેલની ( Jail ) સજા ફટકારવામાં આવી છે. આ 40 વર્ષીય વ્યક્તિનું નામ ટ્રેવિસ ફિલ્ડગ્રોવ ( Travis Fieldgrove ) છે. જ્યારે તેની 21 વર્ષની પત્નીનું નામ સામંથા કર્શનર (Samantha Kershner) છે. આ કપલના લગ્ન 1 ઓક્ટોબરના રોજ નેબ્રાસ્કાના ( Nebraska ) હેસ્ટિંગ્સમાં થયા હતા. પતિ પત્ની બન્યા પછી પણ શારીરિક સંબંધ બનાવવા બદલ તેમને સજા થઈ છે. હવે તમે વિચારતા હશો કે પુરુષને તેની જ પત્ની સાથે સેક્સ કરવા બદલ સજા કેમ આપવામાં આવી.
હકિકતમાં જે પુરુષે છોકરી સાથે લગ્ન કર્યા તે તેની સગી પુત્રી છે. વાંચીને વિચારતા રહી ગયા ને… પરંતુ એ ઘટના સાચી છે. સામંથા એ વ્યક્તિની પત્ની અને પુત્રી બંને છે. એક રિપોર્ટ મુજબ બંનેએ કબૂલાત પણ કરી લીધી કે તેમની વચ્ચે પ્રેમ અને શારીરિક સંબંધો હતા. સામંથાએ પોલીસને જણાવ્યું કે 3 વર્ષ પહેલા તેણે તેની માતાને પૂછ્યું હતું કે તેનો પિતા કોણ છે. તે તેના પિતાને મળવા માંગતી હતી. વારંવાર પૂછવા પર માતાએ પિતાની ઓળખ જાહેર કરી અને કહ્યું કે તેના પિતા ફિલ્ડગ્રોવ છે.
ડીએનએ ટેસ્ટમાં સત્ય બહાર આવ્યું…
ફિલ્ડગ્રોવ વિશે જાણ્યા પછી સામન્થા તેના પિતા સાથે 3 વર્ષ સુધી પુત્રીની જેમ રહેતી હતી. ધીમે-ધીમે તેમની વચ્ચેના સંબંધો બદલાવા લાગ્યા અને તે શારીરિક સંબંધ બાંધવા સુધી પહોંચી ગયા. બંનેએ પોલીસને એ નહોતું જણાવ્યું કે, તેમના સંબંધો પિતા-પુત્રીથી ( Father Daughter ) કેવી રીતે પતિ-પત્ની સુધી પહોંચી ગયા. જો કે, તેમણે ચોક્કસપણે સ્વીકાર્યું કે બંને વચ્ચે ઘણી નિકટતા હતી. બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ વાત સામે આવી હતી. ડીએનએ ટેસ્ટમાં સત્ય બહાર આવ્યું કે બંને વચ્ચેનો સાચો સંબંધ પિતા અને પુત્રીનો હતો. પરંતુ તેમણે હદ વટાવીને આ સંબંધનું અપમાન કરીને વ્યભિચાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : RapidX Train: પહેલી નમો ભારત ટ્રેન શરૂ, લોકોમાં જોવા મળ્યો અદભૂત ઉત્સાહ, પહેલા દિવસે જ “આટલા” મુસાફરો..જાણો નમો ભારત ટ્રેનની ખાસિયતો.… વાંચો વિગતે અહીં..
ફિલ્ડગ્રોવ અને સામન્થા બંનેએ સ્વીકાર્યું કે તેઓએ વ્યભિચાર કર્યો હતો અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધનું અપમાન કર્યું છે. બંનેનો બચાવ કરતા એટર્ની જેફ લોફ્લરે જણાવ્યું હતું કે ફિલ્ડગ્રોવ ખૂબ જ શરમ અનુભવે છે અને ફરી ક્યારેય આવું કંઈ કરશે નહીં. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કર્શનરે પોલીસને એમ પણ કહ્યું હતું કે તેની સાવકી બહેન સાથે તેની સ્પર્ધા હતી કે તેના પિતા સાથે પહેલા કોણ સૂશે. કોણ પહેલા શારીરિક સંબંધ બાંધશે. ફિલ્ડગ્રોવને તેની પુત્રી સાથે સૂવા બદલ 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.