ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
સોમનાથ મંદિરમાં પર 17 વખત હુમલો કરીને તેને ઉદ્ધસ્ત કરનારા મુસ્લિમ આક્રમણખોર, લૂંટારા મોહમ્મદ ગઝનીને તાલિબાની નેતા અનસ હક્કાણીએ મહાન ઈસ્લામી યોદ્ધો ગણાવ્યો હતો.
હક્કાણીએ હાલમાં જ ગઝનીની કબરની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ ભારતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર પર 17 વખત હુમલો કરી લૂંટી લેનાર ગઝની મહાન યોદ્ધો હતો એવું વિવાદાસ્પદ નિવેદન આપીને તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.
ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત
અમેરિકાએ અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકો પાછા ખેંચી લેવાની સાથે જ 15 ઑગસ્ટે તાલિબાને પૂરા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.એ સમયે તાલિબાનોએ પોતે બદલાઈ ગયા હોવાનું દુનિયા સમક્ષ ગાણું ગાયું હતું. જોકે તેનો અસલી ચહેરો દુનિયા સમક્ષ આવી ગયો છે. વિરોધીઓને શોધી શોધીને તેમને ગોળીએ મારી દેવાય છે. મહિલાઓ પર તમામ પ્રકારનાં બંધનો નાખી દેવામાં આવ્યાં છે. લઘુમતી પ્રજા પર અસહ્ય અત્યાચાર કરી રહ્યા છે. એવા સમયે તાલિબાનના કુખ્યાત હક્કાણી નેટવર્કના સભ્ય અને અંતર્ગત વ્યવહારમંત્રી અસન હક્કાણીએ મોહમ્મદ ગઝનીની કબરની મુલાકાત લીધી હતી. તેને મહાન મુસ્લિમ યોદ્ધા ગણાવ્યો હતો, સાથે જ તેણે આદર્શ ઇસ્લામી રાજની સ્થાપના કરી હોવાનું કહીને ગઝનીનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. સોમનાથ મંદિરની મૂર્તિની તોડફોડ કરવાના ગઝનીના કૃત્યને પણ તેણે વખાણ્યું હતું.