News Continuous Bureau | Mumbai
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે.
અહીં વર્જીનિયામાં એક 6 વર્ષના બાળકે પોતાની સ્કૂલ ટીચરને ગોળી મારી દીધી.
જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થી પાસે બંદૂક હતી અને તેણે શિક્ષક પર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું.
આ ગોળીબારમાં કોઈ વિદ્યાર્થીઓને ઈજા થઈ નથી. 30 વર્ષીય મહિલા શિક્ષિકાને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ અમેરિકન શહેર તેના શિપયાર્ડ માટે જાણીતું છે, જે દેશના એરક્રાફ્ટ કેરિયર્સ અને યુએસ નેવીના અન્ય જહાજોનું નિર્માણ કરે છે.
આ સમાચાર પણ વાંચો: સાંસદ સંજય રાઉતને રાહત. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ નોંધાવેલા ફોજદારી માનહાનિના કેસમાં કોર્ટે આપ્યા આ આદેશ..
