Site icon

ઈરાનમાં હિજાબવિરોધી દેખાવો થંભી ગયા છે, વિરોધની સરકાર પર કોઇ અસર ના પાડી, કડક સજાથી હતાશ લોકો ઘરે પાછા જઇ રહ્યા છે, 4 મહિનામાં 20 હજાર લોકોને જેલ ભેગા કર્યા, 4ને ફાંસી આપી દીધી

22 વર્ષીય મહસા અમિની પોતાના પરિવારને મળવા તહેરાન આવી હતી. તેણે હિજાબ નહોતો પહેર્યો. પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. ધરપકડના 3 દિવસ પછી એટલે કે 16 સપ્ટેમ્બરે તે મૃત્યુ પામી ગઈ. તેના બાદથી આ મામલો ચર્ચામાં રહ્યો. સમગ્ર દેશમાં હિજાબવિરોધી ધારદાર દેખાવો શરૂ થઇ ગયા.

Anti-hijab protests in Iran have stopped,

Anti-hijab protests in Iran have stopped,

News Continuous Bureau | Mumbai

ઈરાનમાં ચાર મહિનાથી ચાલી રહેલા હિજાબ વિરોધી દેખાવો હવે થંભી ગયા છે. હતાશ થઇને લોકોએ ઘરે પાછા ફરવાનું શરૂ કર્યું છે. તેની પાછળ તર્ક એ છે કે સરકારવિરોધી દેખાવોની સરકાર પર કોઈ અસર દેખાઈ રહી નથી. તેનાથી વિપરિત સરકાર વધુ કડક વલણ અપનાવી રહી છે. તેની ઔપચારિક જાહેરાત હાલ થઈ નથી. અહીં લોકોમાં સરકાર પ્રત્યે હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. ખરેખર 13 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહસા અમિની પોતાના પરિવારને મળવા તહેરાન આવી હતી. તેણે હિજાબ નહોતો પહેર્યો. પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. ધરપકડના 3 દિવસ પછી એટલે કે 16 સપ્ટેમ્બરે તે મૃત્યુ પામી ગઈ. તેના બાદથી આ મામલો ચર્ચામાં રહ્યો.

Join Our WhatsApp Community

સમગ્ર દેશમાં હિજાબવિરોધી ધારદાર દેખાવો શરૂ થઇ ગયા. તેના લીધે અત્યાર સુધી ફૂટબોલર, એકટર, પત્રકાર અને વિદ્યાર્થીઓ સહિત 20થી વધુ લોકોને જેલ ભેગાં કરાયા છે. 100થી વધુ લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 4 દેખાવકારોને તો ફાંસી આપી દેવામાં આવી. બીજી બાજુ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનાઇ ભલે ચાર મહિના પછી રાહતના શ્વાસ લઈ રહ્યા છે પણ લોકોમાં હજુ પણ વિરોધની ભાવના યથાવત્ છે. યુનિવર્સિટી કેમ્પસ જ્યાં દેખાવો સૌથી લાંબા સમય સુધી યથાવત્ રહ્યા, સુરક્ષાગાર્ડો અને કેમેરાના માધ્યમથી કિલ્લામાં રૂપાંતરિત થઈ ગયા છે.

દેખાવો તો થંભી ગયા પણ સરકારની મુશ્કેલી વધી ગઈ છે. દેશ અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. યાત્રા કરનારા ઈરાની વિમાન, ટ્રેન અને બસની ટિકિટ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ડૉલરની તુલનાએ રિયાલની કિંમત 50% સુધી ઘટી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધન, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલી રહ્યા હતા

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version