News Continuous Bureau | Mumbai
કોરોના વાયરસ(Corona virus) પછી હવે સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ(Monkeypox) વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) (WHO)કહે છે કે મંકીપોક્સ વાયરસ ૨૧ થી વધુ દેશોમાં ફેલાયો છે, અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. હવે ભારતમાં પણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ(Indian Council of Medical Research) ચેતવણી જાહેર કરી છે. પરંતુ આજે એક મંકીપોક્સ વાયરસને લઈને એક ખુશખબર મળી રહ્યા છે. જર્નલ લેંસેટમાં(Journal Lancet) પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ એન્ટિવાયરલ દવાઓ (Antiviral medicine)મંકીપોક્સ રોગમાં અસરકારક સાબિત થઈ શકે છે. આ દવાઓ લક્ષણોને હળવા કરી શકે છે અને દર્દીને રોગમાંથી ઝડપથી સાજા થવામાં મદદ કરી શકે છે. આ અભ્યાસ લિવરપૂલ યુનિવર્સિટી હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ(University Hospitals NHS Foundation Trust), યુકેમાં(UK) કરવામાં આવ્યો છે.
આ સ્ટડી યુકેમાં થયેલા એક સંશોધનના આધારે કરવામાં આવ્યો છે. યુનાઇટેડ કિંગડમમાં(United Kingdom) આ સંશોધન ૨૦૧૮ અને ૨૦૨૧ વચ્ચે મંકીપોક્સના ૭ દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આ ૭ દર્દીઓમાંથી ૩ પશ્ચિમ આફ્રિકાથી(West Africa) આવ્યા હતા અને બાકીના ચાર દર્દીઓએ એકમાંથી બીજામાં ચેપ ફેલાયો હતો. આ દવાઓ છે બ્રિન્સીડોફોવિર(Brinsidofovir) અને ટેકોવિરિમેટ(Tacovirimet). પ્રથમ દવાના ઉપયોગથી દર્દીઓને ખાસ ફાયદો થયો ન હતો.
આ સમાચાર પણ વાંચો : ફરી અમેરિકામાં ગોળીબાર, અહીં આઉટડોર ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકોના મોત, 7 ઘાયલ..
આ દવાનો ઉપયોગ ત્રણ દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. આ દર્દીઓના લિવર એન્ઝાઇમ્સનું(Liver enzymes) સ્તર પણ દવા પછી સહેજ બગડ્યું. જાેકે થોડા સમય બાદ તમામ દર્દીઓ સાજા થઈ ગયા હતા. બીજી દવા ટેકોવિરિમેટનો ઉપયોગ ૨૦૨૧માં યુનાઇટેડ કિંગડમમાં એક દર્દી પર કરવામાં આવ્યો હતો. આ દર્દીની રિકવરી ઝડપી હતી અને અન્ય વ્યક્તિને ચેપ લાગવાનું જાેખમ પણ ઘટી ગયું હતું.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મંકીપોક્સ વાયરસ લોહી અને લાળમાં પણ જાેવા મળે છે. જાે કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મંકીપોક્સ આટલા મોટા પાયા પર પહેલા ક્યારેય ફેલાયો નથી, પરંતુ તેમ છતાં આટલા મોટા પાયે તેનો ફેલાવો થવાનું જાેખમ ઓછું છે. આ સિવાય ઓછા લોકો પર થયેલા અભ્યાસને કારણે સંશોધકોએ કોઈપણ એન્ટિવાયરલ દવાનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની સલાહ આપી છે.