Apple આઈપેડના કેટલાક પ્રોડક્શનને ભારતમાં શિફ્ટ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર ચીનમાં ચાલી રહેલા તણાવથી કંપની ખુશ નથી. આ કારણે તે સતત તેના ઉત્પાદનોનું પ્રોડક્શન સ્થળાંતર કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના આ પ્રોડક્શન શિફ્ટનો ફાયદો ભારતને મળશે.
એપલ ચીનને આંચકો આપી શકે છે. જ્યારે કંપની ભારતને ઘણો ફાયદો કરી શકે છે. રિપોર્ટ અનુસાર Apple iPhones બાદ હવે iPadનું પ્રોડક્શન ભારતમાં શિફ્ટ થઈ શકે છે. જો કે સમગ્ર પ્રોડક્શનને સ્થાનાંતરિત કરવામાં આવશે નહીં, પરંતુ કંપની ચીનમાંથી 30 ટકા પ્રોડક્શન દૂર કરી શકે છે.
સીએનબીસીના એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલ આઈપેડના કેટલાક પ્રોડક્શનને ચીનથી ભારતમાં શિફ્ટ કરીને નવા ઓપ્શન શોધવા માંગે છે. આ અહેવાલમાં ભારત સરકારના બે સૂત્રોને ટાંકવામાં આવ્યા છે. જોકે કંપનીએ હજુ સુધી આ અહેવાલની પુષ્ટિ કરી નથી.
આ સમાચાર પણ વાંચો: લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ.. જોધપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા વરરાજાના માતા-પિતા-બહેન સહિત 60 લોકો દાઝ્યા, આટલા ના નિપજ્યા મોત
ભારતમાં iPhone 14 નું પ્રોડક્શન
તાજેતરમાં એપલે જાહેરાત કરી હતી કે તે ચેન્નાઈમાં ફોક્સકોનની શ્રીપેરુમ્બુદુર સુવિધામાં નવા લોન્ચ કરાયેલા iPhone 14નું પ્રોડક્શન કરશે. ઓફિશિયલ નિવેદનમાં માહિતી આપતા કંપનીએ કહ્યું કે તે ભારતમાં iPhone 14ના પ્રોડક્શનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
iPhone 14 Proનું પ્રોડક્શન પણ ભારતમાં શિફ્ટ થઈ શકે
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે નવા iPhone 14 લાઇનઅપમાં નવી ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. તે સુરક્ષા ક્ષમતા સાથે આવે છે. માત્ર ફોક્સકોન ભારતમાં iPhone 14નું પ્રોડક્શન કરતું નથી. તાજેતરમાં Pegratron એ ડિવાઇસને એસેમ્બલ કરવાનું શરૂ કર્યું છે.
તમને જણાવી દઈએ કે એપલ ભારતમાં પહેલાથી જ ઘણા iPhone બનાવે છે. iPhone 12, 13 અને iPhone SE ભારતમાં બનાવવામાં આવે છે. પરંતુ ચીનમાં કોરોના પ્રતિબંધને કારણે iPhone 14 Pro મોડલનું પ્રોડક્શન પ્રભાવિત થઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર ચીનના ઝેંગઝોઉ સ્થિત ફોક્સકોન પ્લાન્ટમાંથી 20 હજાર કામદારોએ રાજીનામું આપી દીધું છે. અહીં કામકાજની સ્થિતિથી નારાજ, કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદમાં હિંસક પ્રદર્શન પણ જોવા મળ્યા હતા. હવે આ બધી બાબતોને જોતા કંપની પ્રોડક્શનને શિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ચોંકાવનારો કિસ્સો બન્યો : પતિને ડેટિંગ સાઇટ પર પોતાની પત્ની નો ફોટો મળ્યો, તપાસ કરતા Facebook ફોટા નું વેપાર કરતું એક કૌભાંડ બહાર આવ્યું.