ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દેવાના બોજ નીચે દબાયેલું પાકિસ્તાન હવે ફાઇટર જેટ વેચવા જઇ રહ્યું છે.
મીડિયાના અહેવાલ અનુસાર આર્જેન્ટિના પાકિસ્તાન પાસેથી 12 જેએફ-17એ બ્લોક-3 વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.
આર્જેન્ટિનાના સત્તાવાર 2022ના બજેટ મુસદ્દામાં પાકિસ્તાન પાસેથી 12 પીએસી જેએફ-17 એ બ્લોક 3 ફાઇટર વિમાનોની ખરીદી માટે 66.4 કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવી છે.
જો કે આર્જેન્ટિનાએ હજુ સુધી વેચાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ તે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના કેટલાક અન્ય દેશો પાસેથી જેટ ખરીદવાના પ્રયત્નો કર્યા હતાં. જો કે નાણાંની અછત અથવા બ્રિટનના વિરોધને કારણે આ શક્ય બન્યું ન હતું.
