Site icon

Donald Trump: US-ભારત સંબંધો બગડવા પાછળ કોણ જવાબદાર? પૂર્વ રાજદૂતે ટ્રમ્પને ગણાવ્યા, લગાવ્યો પાકિસ્તાન થી ‘પૈસા’ લેવાનો આરોપ!

અમેરિકાના પૂર્વ જાપાની રાજદૂત રહેમ ઇમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ટ્રમ્પે પાકિસ્તાનમાંથી મળેલા થોડા પૈસા માટે ભારત સાથે 40 વર્ષના વ્યૂહાત્મક સંબંધો બગાડ્યા.

Donald Trump US-ભારત સંબંધો બગડવા પાછળ કોણ જવાબદાર પૂર્વ રાજદૂતે ટ્રમ્પને ગણાવ્યા, લગાવ્યો પાકિસ્તાન થી

Donald Trump US-ભારત સંબંધો બગડવા પાછળ કોણ જવાબદાર પૂર્વ રાજદૂતે ટ્રમ્પને ગણાવ્યા, લગાવ્યો પાકિસ્તાન થી

News Continuous Bureau | Mumbai

Donald Trump અમેરિકાના પૂર્વ જાપાની રાજદૂત રહેમ ઇમેન્યુઅલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરો હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે પોતાના ‘અહંકાર અને પાકિસ્તાનમાંથી મળેલા થોડા પૈસાના લાલચ’ની વ્યૂહાત્મક ભૂલ કરી છે. રહેમ ઇમેન્યુઅલે કહ્યું કે આ માત્ર એક રાજદ્વારી ભૂલ નથી, પણ એક એવી વ્યૂહાત્મક ભૂલ છે, જેનો ફાયદો ચીને ઉઠાવ્યો છે.

Join Our WhatsApp Community

અહંકાર અને અંગત હિતને કારણે નુકસાન

રહેમ ઇમેન્યુઅલે કહ્યું કે તેમણે (ટ્રમ્પે) ભારત-અમેરિકા સંબંધોને પોતાના અંગત હિત અને અહંકારને કારણે નુકસાન પહોંચાડ્યું. ટ્રમ્પે ‘ભારત સાથે દાયકાઓથી બનેલી વ્યૂહાત્મક ભાગીદારીને થોડા પૈસા અને અંગત સ્વાર્થ માટે દાવ પર લગાવી દીધી.’ ઇમેન્યુઅલે આગળ કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને એટલા માટે બરબાદ કરી દીધા કારણ કે તેમનો અહંકાર આડે આવ્યો અને પાકિસ્તાનમાંથી પૈસા તેમના પુત્રને આપવામાં આવ્યા.”

40 વર્ષની મહેનત બરબાદ

તેમણે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે જે 40 વર્ષની વ્યૂહાત્મક યોજના હતી, તેને ટ્રમ્પ પ્રશાસનની ખોટી નીતિઓ અને અંગત લાભના રાજકારણે બરબાદ કરી દીધી. તેમણે કહ્યું કે “અમારા રાષ્ટ્રપતિએ અહંકાર અને પાકિસ્તાનમાંથી મળેલા થોડા પૈસાના લાલચને કારણે 40 વર્ષની મહેનતને માટીમાં ભેળવી દીધી. આ એક મોટી વ્યૂહાત્મક ભૂલ છે, જેનો ફાયદો ચીન ઉઠાવી રહ્યું છે.”

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે’, PM મોદીએ US પ્રમુખ ને ખાતરી આપી?ટ્રમ્પ ના આ દાવાથી દુનિયામાં ખળભળાટ!

ચીનને મળ્યું પ્રોત્સાહન

ઇમેન્યુઅલે આરોપ લગાવ્યો કે પાકિસ્તાને માત્ર ટ્રમ્પના પુત્રને જ નહીં, પણ કારોબારી વિટકૉફના પુત્રને પણ પૈસા આપ્યા. તેમણે કહ્યું કે આ અમેરિકાના દીર્ઘકાલીન ઇન્ડો-પેસિફિક હિતો (Indo-Pacific Interests) માટે એક ‘ખતરનાક વળાંક’ છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાની સાખને નુકસાન પહોંચ્યું છે અને એશિયામાં ચીનને બઢત લેવાનો મોકો મળ્યો છે.

Kapil Sharma: કેનેડામાં કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર ફરી ગોળીબાર: લોરેન્સ ગેંગે જવાબદારી લીધી, મોટા ખંડણીની આશંકા
Ashley J Tellis: એશ્લે ટેલિસનો ટ્રમ્પ પ્રશાસન પર મોટો પલટવાર: ‘મને ફસાવવામાં આવ્યો, અમેરિકામાં પૂરી શક્તિથી લડીશું કેસ’
Ministry of External Affairs: ટ્રમ્પના દાવાઓની ખુલી પોલ,ભારત રશિયા પાસે થી તેલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયનો આવી ગયો જવાબ
Pakistani soldier: ‘આ છે પાકિસ્તાની સેનાની હાલત!’ અફઘાન ફાઇટર્સે ચાર રસ્તે લટકાવ્યા ભાગેલા સૈનિકોના પેન્ટ અને હથિયારો
Exit mobile version