News Continuous Bureau | Mumbai
ભારતીય અમેરિકન અરુણ સુબ્રમણ્યન ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ હશે. આ ખંડપીઠમાં સેવા આપનારા તેઓ પ્રથમ દક્ષિણ એશિયાના ન્યાયાધીશ પણ હશે. સેનેટની ન્યાયિક સમિતિએ તેની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, અમેરિકાના બિડેન વહીવટીતંત્રે ભારતીય-અમેરિકન વકીલ અરુણ સુબ્રમણ્યમને ન્યૂયોર્કના જિલ્લા ન્યાયાધીશ તરીકે નામાંકિત કર્યા હતા.
સુબ્રમણ્યમનો જન્મ 1979 માં પિટ્સબર્ગ, પેન્સિલવેનિયામાં થયો હતો. તેમના માતા-પિતા 1970ના દાયકા ની શરૂઆતમાં ભારતમાંથી યુએસમાં સ્થળાંતરિત થયા હતા. તેમના પિતાએ ઘણી કંપનીઓમાં ‘કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયર’ તરીકે કામ કર્યું હતું અને તેમની માતા પણ કામ કરતા હતા.
યુએસ સેનેટે મંગળવારે સાંજે 58થી 37 વોટ દ્વારા સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક માટે જજ તરીકે સુબ્રમણ્યમની નિમણૂકની પુષ્ટિ કરી હતી. સેનેટ લીડર સેનેટ ચક શુમરે કહ્યું કે અમે SDNI જજ તરીકે અરુણ સુબ્રમણ્યમની પુષ્ટિ કરી છે. તે એક વિદેશી ભારતીય છે. આ જિલ્લા અદાલતના ન્યાયાધીશ બનનાર તેઓ પ્રથમ દક્ષિણ એશિયાઈ વ્યક્તિ બન્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર આલાપ, ભારતે એકી ઝાટકે કરી દીધી બોલતી બંધ
સુબ્રમણ્યમ હાલમાં ન્યૂયોર્કમાં લો ફર્મ સુસમેન ગોડફ્રે એલએલપી માં ભાગીદાર છે. અહીં તે 2007થી કામ કરે છે. તેમણે 2006 થી 2007 સુધી યુએસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રૂથ બેડર ગિન્ઝબર્ગ માટે ક્લાર્ક તરીકે સેવા આપી હતી. તે પહેલા, તેમણે 2005 થી 2006 સુધી ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના જસ્ટિસ ગેરાર્ડ ઇ. લિંચ માટે કામ કર્યું હતું. 2004 થી 2005 સુધી, તેઓ કોર્ટ ઓફ અપીલ્સ જજ ડેનિસ જેકોબ્સના કાયદા કારકુન હતા.