Site icon

આખરે પાકિસ્તાનને મળ્યા નવા આર્મી ચીફ.. શાહબાઝ શરીફ સરકારે આ વ્યક્તિની કરી નિમણૂક, લેશે બાજવાની જગ્યા

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન (Pakistan) માં નવા આર્મી ચીફ (New Army Chief) માટે લાંબા સમયથી ચાલી રહેલી શોધ હવે પૂરી થઈ ગઈ છે. પાકિસ્તાનમાં નવા આર્મી ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીંની શાહબાઝ શરીફ સરકારે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર(Asim Munir) ને પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. અસીમ મુનીર જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અસીમ મુનીરના નામની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

પાકિસ્તાન (Pakistan)ના સૂચના અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે પીએમ શાહબાઝ શરીફે લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ અને લેફ્ટનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીરને આર્મી ચીફ (Army chief) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. 

આ સમાચાર પણ વાંચો: ખૂબ ઉપયોગી છે Mini LED Bulb, કિંમત માત્ર રૂપિયા 33થી થાય છે શરૂ, ઈમરજન્સીમાં આવી રીતે આવે છે કામ

સૂચના મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે મુનીરને દેશની શક્તિશાળી સેનાના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મુનીર જનરલ કમર જાવેદ બાજવા પાસેથી પદભાર ગ્રહણ કરશે. નવા આર્મી ચીફની નિમણૂક કરવાની પ્રક્રિયા સોમવારે એ સમય શરુ થઈ જયારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે દેશના સંરક્ષણ મંત્રાલયને સંભવિત ઉમેદવારો માટે પત્ર લખ્યો હતો.

કોણ છે લેફ્ટનન્ટ જનરલ મુનીર

લેફ્ટનન્ટ જનરલ મુનીરને પાકિસ્તાનમાં ઉત્કૃષ્ટ અધિકારી માનવામાં આવે છે. લેફ્ટનન્ટ જનરલ મુનીરે મંગલા ખાતે ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ પ્રોગ્રામ દ્વારા લશ્કરી સેવામાં પ્રવેશ કર્યો અને ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં કમિશન મેળવ્યું. તેઓ જનરલ બાજવાના ત્યારથી નજીકના સહયોગી રહ્યા છે, જયારે તેમણે નિવર્તમાન આર્મી ચીફ, જે તે સમયે કમાન્ડર એક્સ કોર્પ્સ હતા, હેઠળ બ્રિગેડિયર તરીકે ફોર્સ કમાન્ડ નોર્ધન એરિયામાં સૈનિકોનો હવાલો સંભાળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: ચીનમાં એક જ દિવસમાં નોંધાયા 30 હજારથી વધુ નવા કેસ, ફરી લાગુ કરાયું લોકડાઉન.. લોકો ઉતર્યા રસ્તા પર.. જુઓ વિડીયો.. 

લેફ્ટનન્ટ જનરલ મુનીરને ત્યારબાદ 2017ની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ મિલિટરી ઈન્ટેલિજન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારપછીના વર્ષે ઓક્ટોબરમાં ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ ચીફ બનાવવામાં આવ્યા હતા. જો કે, ટોચના ગુપ્તચર અધિકારી તરીકેનો તેમનો કાર્યકાળ અત્યાર સુધીનો સૌથી નાનો કાર્યકાળ રહ્યો, કારણ કે તત્કાલિન પીએમ ઇમરાન ખાનના આગ્રહથી આઠ મહિનાની અંદર તેમની બદલી કરવામાં આવી હતી. ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે જનરલ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર થતા પહેલા, તેમને ગુજરાંવાલા કોર્પ્સ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે પદ તેઓ બે વર્ષ સુધી કામ કર્યું હતું.

નવા આર્મી ચીફની નિમણૂક બાદ ઇમરાન ખાન વિરુદ્ધ કાર્યવાહી થશે?

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ચેતવણી આપી હતી કે નવા સૈન્ય વડાની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગઠબંધન સરકાર તેમની સામે કાર્યવાહી કરશે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા બેથી ત્રણ દિવસમાં પૂરી થઈ જશે. જે બાદ અમે ઇમરાન ખાન સાથે ડીલ કરીશું.

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Exit mobile version