Site icon

અમેરિકી સાંસદે ભારતને કહ્યો શક્તિશાળી દેશ, પરંતુ રશિયા-યૂક્રેન યુદ્ધ પર આપી આવી સલાહ

પ્રભાવશાળી યુએસ ધારાસભ્ય માર્ક વોર્નરે ગુરુવારે ભારતને તેના નૈતિક મૂલ્યો પર ગર્વ અનુભવતો શક્તિશાળી દેશ ગણાવતા કહ્યું કે યૂક્રેન યુદ્ધમાં કોઈક સમયે તેણે પક્ષ પસંદ કરવો પડશે

At some point, India, now a great power, has to choose a side in Ukrainian war: Senator Warner

અમેરિકી સાંસદે ભારતને કહ્યો શક્તિશાળી દેશ, પરંતુ રશિયા-યૂક્રેન યુદ્ધ પર આપી આવી સલાહ

News Continuous Bureau | Mumbai

પ્રભાવશાળી યુએસ સાંસદ  માર્ક વોર્નરે ગુરુવારે ભારતને તેના નૈતિક મૂલ્યો પર ગર્વ અનુભવતો શક્તિશાળી દેશ ગણાવતા કહ્યું કે યૂક્રેન યુદ્ધમાં કોઈક સમયે તેણે પક્ષ પસંદ કરવો પડશે. વોર્નર લાંબા સમયથી અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત સંબંધો ના હિમાયતી રહ્યા છે. ઇન્ટેલિજન્સ અંગે સેનેટ સિલેક્ટ કમિટીના ચેરમેન વોર્નરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ચીનની આક્રમકતા અને તેના દ્વારા ઊભા થયેલા પડકારો સામે અડગ રહેવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે યૂક્રેન સંઘર્ષના સંબંધમાં ભારતે અત્યાર સુધી જે પગલાં લીધાં છે તે પૂરતા નથી અને તે આનાથી વધુ કરી શકે છે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા કે આ “યુદ્ધનો યુગ નથી”, વોર્નરે કહ્યું, “ઉઝબેકિસ્તાનમાં પુતિન માટે આ ટિપ્પણી કરવા માટે હું વડાપ્રધાન મોદીની પ્રશંસા કરું છું. પરંતુ મને લાગે છે કે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વિશે નિવેદન આપવા કરતાં ઘણું બધું કરી શકાય છે.” ભારત કહે છે કે તે યુક્રેનમાં શાંતિના પક્ષમાં છે. તેને યુક્રેન અને રશિયા વચ્ચે કોઈપણ શાંતિ પહેલમાં યોગદાન આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

યુએસ કોંગ્રેસમેન વોર્નર એ સંસદીય પ્રતિનિધિમંડળ નો ભાગ હતા જે તાજેતરમાં ભારતની યાત્રા પરથી પરત ફર્યા હતા. ભારતની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં વોર્નરે કહ્યું કે વર્ષો પહેલા ભારત ચીન અંગે “પક્ષ પસંદ કરવામાં અનિચ્છુક” હતું. તેમણે કહ્યું, “ભારતે તેના અંગત હિત અને ચીની આક્રમકતાને કારણે એક પક્ષ પસંદ કર્યો અને સ્વીકાર્યું કે સંઘર્ષ કોઈને જોઈતો નથી. ભારત ચીનની આક્રમકતા સામે ઊભું રહે તેવા સહયોગીઓની શોધમાં છે, પછી તે આર્થિક આક્રમણ હોય, લશ્કરી આક્રમણ હોય કે હિંદ મહાસાગરમાં ચીનની આક્રમકતાનો સામનો કરવા હોય.”

આ સમાચાર પણ વાંચો :  Royal Enfield એ Interceptor 650 અને Continental GT 650નું એલોય વ્હીલ વર્ઝન લોન્ચ કર્યું, જાણો એન્જિન અને ડિઝાઇનની સંપૂર્ણ વિગતો

“ભારતે ગમે ત્યારે એક પક્ષ પસંદ કરવો પડશે”

સાંસદ માર્ક વોર્નરે કહ્યું કે રશિયા સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે. અમેરિકી સાંસદે કહ્યું, “હું સમજું છું કે જો ભારતે શસ્ત્રો માટે રશિયા પર તેની નિર્ભરતા ઓછી કરવી હોય તો તેને એક વિશ્વસનીય ભાગીદારની જરૂર પડશે. પછી ભલે તે ભાગીદાર અમેરિકા હોય કે અન્ય કોઈ. ભારતને લાગે છે કે જો કોઈ સંઘર્ષ થાય તો તે સંજોગોમાં ભારતના સશસ્ત્ર દળોને આપૂર્તિ મળી શકે.” વોર્નરે કહ્યું, “હું સમજું છું કે ભારત ખૂબ જ શક્તિશાળી અને આશાવાદી દેશ છે. તેમણે કહ્યું, “રશિયન આક્રમણના સંદર્ભમાં સ્પષ્ટ નૈતિક પડકાર છે અને ભારત સ્પષ્ટ નૈતિક મૂલ્યો પર આધારિત દેશ હોવા પર ગર્વ અનુભવે છે. મને લાગે છે કે (ભારત) એ હકીકતને અવગણી શકે નહીં કે કયારેક ને ક્યારેક તો તેણે એક પક્ષ પસંદ કરવો પડશે.”

 

Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ : 30 લાખ પાનાના દસ્તાવેજોમાં મસ્ક, ટ્રમ્પ અને બિલ ગેટ્સના નામથી ખળભળાટ
Sharad Pawar on Sunetra Pawar: સુનેત્રા પવારના શપથગ્રહણ પર શરદ પવારની સ્પષ્ટતા; NCP ના વિલીનીકરણ ને લઈને કહી આવી વાત
Gold-Silver Price Crash:સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીનો પરપોટો ફૂટ્યો, એક જ દિવસમાં ₹1 લાખ સસ્તી; સોનાના ભાવમાં પણ થયો આટલા નો ઘટાડો
Sunetra Pawar: કાકાના આશીર્વાદ વગર સુનેત્રા પવારનો રાજ્યાભિષેક? મુંબઈમાં શપથ ગ્રહણ પહેલા બારામતીમાં ‘પવાર વર્સેસ પવાર’ ની લડાઈ તેજ
Exit mobile version