Site icon

તો શું આતંકવાદી હુમલાથી મુન્દ્રા પોર્ટ માંડ માંડ બચ્યું ??જાણો ઇઝરાયેલી જહાજ પર શું થયું.

ગત મહિને ઇઝરાયલ નાએક cargo ship પર મધદરિયે હુમલો થયો હતો.એવું માનવામાં આવે છે કે એ હુમલો ઈરાન દ્વારા થયો હતો. શુક્રવારે ફરીથી ઇઝરાયેલી જહાજ પર હુમલાની બીજી ઘટના બની છે.


    ઇઝરાયેલનુ એમટી લોરી નામનું શીપ મિસાઈલ થી ઘાયલ થઈને શુક્રવારે મોડી રાત્રે મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું છે. એમ ટી લોરી ઇઝરાયેલ ની XT મેનેજમેન્ટ કંપની નું છે.કાર્ગો ભરીને આ શિપ તાંઝાનિયા થી મુન્દ્રા તરફ આવી રહ્યું હતું. ત્યાં જ મધદરિયે બે નાની મિસાઈલ થી શિપ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે શિપમાં અફરાતફરી મચી ગઇ અને એન્જિન ના ભાગમાં ભારે નુકસાન થયું હતું. જો કે હુમલામાં બાદ પણ શિપ પોર્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જોવા જેવી બાબત એ છે કે જો ઇઝરાયેલી શીપ મુન્દ્રા પોર્ટ ની વધારે નજીક હોત તો મુદ્રા પોર્ટ પર લાંગરવામાં આવેલા બીજા જહાજોને અથવા મુન્દ્રા પોર્ટ ને પણ નુકસાન થઇ શકત.
      ઉલ્લેખનીય છે કે,અરબી સમુદ્રના જળમાર્ગમાં હુમલાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ઇઝરાયેલી જહાજ પર થયેલા હુમલાથી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને હુમલો કોણે કરાવ્યો તેની તપાસ  કરશે.

Join Our WhatsApp Community
Iran Army Helicopter Crash Isfahan: ઈરાન હેલિકોપ્ટર ક્રેશ: યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય હેલિકોપ્ટર ખાબક્યું ૪ લોકોએ જીવ ગુમાવ્યા..
PM Mark Carney India Visit: ભારતને ખુશ કરવા કેનેડાનો મોટો દાવ! પીએમ માર્ક કાર્નીના આગમન પહેલા આતંકી તહવ્વુર રાણા પર એક્શન; નાગરિકતા છીનવાશે.
Donald Trump: અમેરિકી સેના હજુ તૈયાર નથી! ઈરાન પર હુમલા પહેલા જનરલે ટ્રમ્પ સામે મૂક્યું અસલી ચિત્ર; સંરક્ષણ ક્ષેત્રમાં મચ્યો હડકંપ.
PM Modi’s Israel Visit: ઈઝરાયેલના સ્પીકરની વિપક્ષને ગર્જના: ‘PM મોદીનું સ્વાગત ભવ્ય જ થશે’, સંસદમાં સંબોધન મુદ્દે મચ્યો ભારે હોબાળો.
Exit mobile version