Site icon

Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, કચરાપેટીમાંથી લાશ મળી; પતિ પર હત્યાની શંકા.. જાણો શું છે આ આખો કિસ્સો…

Australia: શનિવારે ઓસ્ટ્રેલિયામાં રસ્તાના કિનારે પાર્ક કરેલા કચરાપેટીમાં પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

Australia Indian-origin woman murdered in Australia, body found in trash can; Suspect of murder on husband.

Australia Indian-origin woman murdered in Australia, body found in trash can; Suspect of murder on husband.

News Continuous Bureau | Mumbai

Australia: હૈદરાબાદની 36 વર્ષીય મહિલાની ( Woman ) ઓસ્ટ્રેલિયામાં હત્યા કરવામાં આવી હતી. મહિલાના પતિ પર હત્યાનો ( Murder )  આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપી પતિ બાળકને લઈને હૈદરાબાદ ભાગી ગયો હતો અને બાળકોને તેના સાસરિયાના ઘરે મહિલાના માતા-પિતાને સોંપી દીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટ અનુસાર, શનિવારે ઓસ્ટ્રેલિયામાં રસ્તાના કિનારે પાર્ક કરેલા કચરાપેટીમાં પત્નીનો મૃતદેહ ( Death Body ) મળી આવ્યો હતો. મૃતક મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. હૈદરાબાદના ( Hyderabad ) ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા અનુસાર, મૃતક તેમના મત વિસ્તારની હતી. માહિતી મળ્યા બાદ ધારાસભ્ય રવિવારે મૃતક મહિલાના માતા-પિતાને મળ્યા હતા.

પતિએ પત્નિની ( Husband Wife ) હત્યાની કબુલાત કરીઃ અહેવાલ..

જે બાદ ધારાસભ્યએ મિડીયાને જણાવ્યું હતું કે, મહિલાના માતા-પિતાની વિનંતી પર તેમણે વિદેશ મંત્રાલયને તેના મૃતદેહને હૈદરાબાદ લાવવા માટે પત્ર લખ્યો હતો. ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે, તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયને પણ જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાના પતિએ હૈદરાબાદ આવીને અને બાળકને તેના સાસરિયાઓને સોંપી દીધા. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે તેના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમના જમાઈએ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : America Gun Firing: અમેરિકાના અરકાનસાસમાં ગોળીબારને કારણે અંધાધૂંધી, ફાયરિંગમાં 3 લોકોના મોત..

તો આ અંગે વિક્ટોરિયા પોલીસે 9 માર્ચે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિન્ચેલસી નજીક કચરામાં એક મૃતદેહ મળી આવ્યા બાદ હોમસાઈડ સ્ક્વોડના તપાસકર્તાઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.” અધિકારીઓને બપોરના સુમારે માઉન્ટ પોલોક રોડ પર લાશ મળી હતી. હાલ ઓસ્ટ્રેલિયન પોલીસ આ કેસને હત્યા સંબંધિત માની રહી છે. પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યામાં સામેલ બંને એકબીજાને ઓળખતા હતા અને ગુનેગાર શહેરમાંથી ભાગી ફરાર થઈ ગયો હોઈ શકે છે.

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version