ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસનનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વડા પ્રધાન સ્કોટ મોરિસને સો. મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે મને ફ્લુના લક્ષણો જણાય છે. એકાદ અઠવાડિયામાં સાજો થઈ જઈશ.
તેમણે એમ પણ જણાવ્યું કે આઇસોલેશનમાં પણ રોજિંદી ઑફિસ ડ્યુટીઝ કરતો રહીશ.
ઉલ્લેખનીય છે કે મોરિસન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોવિડ-19 સામે રસી મેળવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયનોમાંના એક હતા.
રશિયા વધુ આક્રમક બન્યું, રુસ સૈન્યએ હુમલામાં નષ્ટ કર્યું વિશ્વનું ‘આ’ સૌથી મોટું વિમાન..
