ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
વધતા જતા કોરોનાના કેસ ઑસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઑસ્ટ્રિયામાં 20 દિવસ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
લોકડાઉન દરમિયાન લોકો પર જરૂર વિના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.
સાથે જ રેસ્ટોરન્ટ તેમજ મોટાભાગની દુકાનો પણ બંધ જ રહેશે અને મોટા આયોજન પણ કરી શકાશે નહીં.
સ્કૂલો અને 'ડે-કેર સેંટ' ખુલ્લા તો રહેશે, પરંતુ વાલીઓને પોતાના બાળકોને ઘરે જ રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.
જોકે ઑસ્ટ્રિયામાં 13 ડિસેમ્બર બાદ લોકડાઉન પરના પ્રતિબંધો દૂર થઈ શકે છે પરંતુ એવી શક્યતાઓ છે કે જે લોકોનું વેક્સિનેશન થયું નથી તેમના માટે પ્રતિબંધ યથાવત રહે. .
