Site icon

Ayodhya Ram Mandir: અમેરિકામાં જય શ્રી રામ-જય શ્રી રામ; યુએસના આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર પર ઢોલ-નગારા સાથે ‘જય શ્રી રામ’ના નારા ગૂંજ્યા.. જુઓ વિડીયો..

Ayodhya Ram Mandir: વર્ષોની રાહ જોયા બાદ સોમવારે અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ (પ્રાણ પ્રતિષ્ઠા) યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.20 વાગ્યે અભિષેક શરૂ થવાની ધારણા છે. મંદિર એક દિવસ પછી લોકો માટે ખોલવામાં આવશે. રામ લલ્લાના અયોધ્યા આગમનની ધામધૂમ માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ જોવા મળી રહી છે.

Ayodhya Ram Mandir Dhol, Chants Of 'Jai Shri Ram' At US' Iconic Times Square Ahead Of Ram Temple Opening

Ayodhya Ram Mandir Dhol, Chants Of 'Jai Shri Ram' At US' Iconic Times Square Ahead Of Ram Temple Opening

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir: ભારતના  ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024ની તારીખ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આજે રામલલા તેમના સ્થાયી મંદિરમાં બિરાજમાન થવાના છે. મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચી ચૂકી છે પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા આજે થવા જઈ રહી છે. રામ લલ્લાના અયોધ્યા આગમનની ધામધૂમ માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ જોવા મળી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકાના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર પર ડ્રમના અવાજ સાથે ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારે ભીડ એકઠી થઈ હતી. આ ઉત્સવમાં સેંકડો હિન્દુઓએ ભાગ લીધો હતો. 

Join Our WhatsApp Community

ટાઇમ્સ સ્ક્વેરમાં ભગવાન રામની તસવીરો સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવી હતી. ઘણા લોકોએ રામના ચિત્ર સાથે ભગવા ઝંડા લહેરાવ્યા હતા. ટાઈમ્સ સ્ક્વેરના કેટલાક બિલબોર્ડ પર ભગવાન રામની તસવીરો લગાવવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક આજે ટૂંક સમયમાં થશે. 

ખાસ વાત એ છે કે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો પણ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન તેમના ભગવાન શ્રી રામની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકશે. અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે રામજન્મભૂમિ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ બતાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ અમેરિકાના દરેક શહેરમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.  

આ સમાચાર પણ વાંચો : Ram Mandir : AIએ કરી કમાલ, સ્વર કોકિલા લતા મંગેશકરના અવાજમાં બનાવ્યું ‘રામ આયેંગે’ ગીત, મગ્ન થયા ફેન્સ..

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Exit mobile version