News Continuous Bureau | Mumbai
Baltimore bridge collapse : અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં મંગળવારે સવારે જહાજની ટક્કરથી 3 કિમી લાંબો પુલ તૂટી પડ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકા જઈ રહ્યું હતું અને આ જહાજને 22 ભારતીયો ચલાવી રહ્યા હતા. સમગ્ર ક્રૂ ભારતીયોનો હતો. જહાજ પુલ સાથે અથડાયા બાદ પુલ તૂટી ગયો હતો અને પુલ પર દોડતા વાહનો નદીમાં ખાબક્યા હતા. નદીમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ 4 લોકો ગુમ છે. આ બ્રિજના ડ્રોન ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કોઈ જાનહાનિ થઈ નથી.
દરમિયાન આ જહાજનું સંચાલન કરતી કંપનીએ કહ્યું કે તે તમામ સુરક્ષિત છે. સિનર્જી મરીન ગ્રૂપે પણ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે બે પાઇલોટ સહિત તમામ ક્રૂ મેમ્બરો શોધી કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
Worse nightmare as bridge collapses.
The Francis Scott Key Bridge in Baltimore, MD, completely collapsed after being struck by a ship.
Prayers to everyone impacted.🙏#BridgeCollapse #baltimorebridge #baltimorebridge #CSKvGT #SpringFairyXiuminDay #Bridge pic.twitter.com/MO8GnlpOpE
— Fighter_4_Humanity (@Fighter_4_Human) March 27, 2024
જહાજ બાલ્ટીમોર પોર્ટથી શ્રીલંકા જવા રવાના થયું હતું
સિનર્જી મરીન ગ્રૂપના ચાર્ટર મેનેજરે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાથી કોઈ પ્રદૂષણ થયું નથી. ગ્રેસ ઓશન કંપનીના નામે નોંધાયેલ સિંગાપોર ધ્વજ ધરાવતું જહાજ બાલ્ટીમોર પોર્ટથી શ્રીલંકા જવા રવાના થયું હતું. જોકે, રવાના થયાના થોડા સમય બાદ જ પટાપ્સકો નદી પરના કી બ્રિજ સાથે જહાજ અથડાયું હતું. અથડામણની સેકન્ડોમાં જ પુલ ધરાશાયી થઈ ગયો હતો અને ત્યાંથી પસાર થતા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Kitchen Hacks : રસોડામાં વપરાતા ટુવાલ થઇ ગયા છે ગંદા અને ચીકણાં? આ 3 પદ્ધતિઓથી ધોઈ લો દેખાશે નવા.
આ એક ‘અકસ્માત’ છે
કન્ટેનર જહાજ લગભગ આઠ સમુદ્રી મિલની ઝડપી ગતિએ મુસાફરી કરી રહ્યું હતું, પરંતુ પુલ સાથે અથડાયા બાદ જહાજની ગતિ ઘટી ગઈ હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દર્શાવે છે કે આ એક ‘અકસ્માત’ છે અને તેમાં આતંકવાદી હુમલાના કોઈ પુરાવા મળ્યા નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)