News Continuous Bureau | Mumbai
Bangladesh Crisis : બાંગ્લાદેશમાં હાલ શું ચાલી રહ્યું છે તે સંદર્ભે આંતરરાષ્ટ્રીય સ્તર પર દરેકની નજર ચોટેલી છે. આવા સમયે બાંગ્લાદેશમાં ( Bangladesh ) ખરેખર શું થયું હતું તેની વિગતો હવે બહાર આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં રસ્તા પર ઉતરેલા કોલેજના છોકરાઓ મીલેટરીના જવાનોને અભિનંદન આપી રહ્યા છે. આવું કરવા પાછળનું કારણ એમ છે કે શેખ હસીના એ મીલેટરીને આદેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓના આંદોલનને કાબુમાં કરવામાં આવે. પરંતુ મીલેટરીએ ( Bangladesh Military ) આ કામ કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે પરિસ્થિતિ વિકટ બની હતી અને પ્રદર્શનકારીઓ શેખ હસીનાના આવાસ ની નજીક પહોંચતા ની સાથે જ તેમણે દેશ છોડવો પડ્યો.
Bangladesh Crisis : બાંગ્લાદેશની સેનાએ એવું તે શું કર્યું કે વડાપ્રધાને દેશ છોડવો પડ્યો?
વડાપ્રધાન શેખ હસીના ( Sheikh Hasina ) એ સેનાને આંદોલન કચાડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ મિલેટ્રી ચીફે આ આંદોલન ( Bangladesh Protest ) કાર્યો સામે પગલા લેવાની સાફ ના પાડી દીધી હતી. આ ઉપરાંત તેમણે શેખ હસીનાને ( Sheikh Hasina Bangladesh ) સલાહ આપી હતી કે આગામી 45 મિનિટમાં તેઓ દેશ છોડીને જતા રહે. મીલેટરી દ્વારા આ પ્રકારનું વર્તન શેખ હસીના ને અપેક્ષિત નહોતું. આખરે પોલીસ વિભાગ અને મીલેટરીએ હાથ ખડા કરી દેતા બીજી તરફ આંદોલનકારી બેફામ બનતા દેશમાં વધુ હિંસા રોકવા માટે તેમણે દેશ છોડવાનું નક્કી કર્યું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : કોંગ્રેસ પાર્ટી એ મહારાષ્ટ્રમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું, આજે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક.