News Continuous Bureau | Mumbai
Bangladesh Crisis :ભારતમાં આશ્રય લેનારી બંગલાદેશની પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુસીબતો ઓછી થતી જણાતી નથી. પહેલા બ્રિટને આશ્રય આપવાનો ઇનકાર કર્યો અને હવે સમાચાર છે કે અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કરી દીધા છે. શેખ હસીનાનો દીકરો અમેરિકામાં રહે છે, ત્યાર બાદ એવી શક્યતા હતી કે શેખ હસીના અમેરિકા જાય.
Bangladesh Crisis : શેખ હસીનાનો પુત્ર અહીં રહે છે
મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકી સરકારે શેખ હસીનાના અમેરિકાના વિઝા રદ્દ કરી દીધા છે. શેખ હસીનાએ સોમવારે બપોરે બાંગ્લાદેશ છોડી દીધું હતું અને હાલમાં તેઓ તેમના આગામી પગલાં અંગે વિચારણા કરી રહ્યા છે. હસીનાનો પુત્ર સજીબ વાઝેદ જોય અમેરિકાના વર્જીનિયામાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : Bangladesh protests: જમીનથી લઈ આકાશ સુધી, આટલા રાફેલે ભરી ઉડાન… બાંગ્લાદેશથી ભારત આ રીતે સુરક્ષિત પહોંચ્યા શેખ હસીના..
Bangladesh Crisis :ભારતમાંથી શેખ હસીના ક્યાં જશે?
હાલ એ સ્પષ્ટ નથી કે હસીનાની અમેરિકા જવાની કોઈ યોજના હતી કે નહીં. અહેવાલો અનુસાર, હસીના બ્રિટનમાં આશ્રય માટે અરજી કરવાનું વિચારી રહી હતી, જ્યાં તેની બહેન (શેખ રેહાના) અને ભત્રીજી (ટ્યૂલિપ સિદ્દીક એમપી) રહે છે, પરંતુ બ્રિટન તરફથી સુરક્ષાની ખાતરી ન મળવાને કારણે તેણે આ યોજના રદ કરી દીધી. જો કે, યુકેના નિયમો હેઠળ યુકેની બહારથી આશ્રયનો દાવો કરવો શક્ય નથી, અને યુકે અપેક્ષા રાખે છે કે કોઈ વ્યક્તિ પહેલા સુરક્ષિત ત્રીજા દેશમાં આશ્રયનો દાવો કરે, જે આ કિસ્સામાં ભારત હશે.