News Continuous Bureau | Mumbai
Bangladesh Fire: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ( Dhaka ) ગુરુવારે (29 ફેબ્રુઆરી) રાત્રે આગનો તાંડવ જોવા મળ્યો હતો. રાજધાનીમાં છ માળના શોપિંગ મોલમાં ( shopping mall ) લાગેલી આગમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી સામંતા લાલ સેને મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ઢાકાના ડાઉનટાઉન વિસ્તારમાં ભીષણ આગ ( fire ) ફાટી નીકળી હતી. જેમાં ફાયર ફાઈટરોએ બચી ગયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 43 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકોની હાલ સારવાર ચાલી રહી છે.
At least 43 people have died in a fire in Bangladesh’s capital city of #Dhaka, reports AFP, citing the health minister of #Bangladesh. pic.twitter.com/iiSngkVF3q
— DINESH SHARMA (@medineshsharma) February 29, 2024
સ્વાસ્થ્ય મંત્રીએ નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે, ફાયર વિભાગે મોલની અંદરથી બચાવ કામગીરી કરતા બળેલા મૃતદેહોને બહાર કાઢ્યા છે. મંત્રી સામંત લાલ સેને આગળ કહ્યું હતું કે, ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ( Dhaka Medical College Hospital ) મહિલાઓ અને બાળકો સહિત 33 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 10ને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમની સારવાર કરી હતી. આગની આ ઘટના બેઈલી રોડ વિસ્તારના શોપિંગ મોલમાં બની છે, જ્યાં ઘણી રેસ્ટોરાં છે.
At least 43 people have died in a terrible fire in the Bailey Road of Dhaka, Bangladesh. pic.twitter.com/YzgarbUkBO
— Hossain Tareq (@HossainTareq6) February 29, 2024
આગ શોપિંગ મોલના પહેલા માળે સ્થિત એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હતી…
આ અંગે મિડીયા સાથે વાત કરતા ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગ શોપિંગ મોલના પહેલા માળે સ્થિત એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હતી. આ પછી થોડી જ વારમાં આગે આખી બિલ્ડીંગને લપેટમાં લઈ લીધી. ઘણી રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે અનેક લોકો ઈમારતની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોપિંગ મોલમાં આગનું કારણ જાણવા ફાયર વિભાગે એક ટીમ બનાવી છે.
આ સમાચાર પણ વાંચો : UAE Hindu Temple: અબુધાબીમાં આજથી સૌથી મોટું હિન્દુ મંદિર દ્વાર ભક્તો માટે ખુલ્યાં, ભવ્યતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ડઝનબંધ ટીમો તૈનાત કરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, શોપિંગ મોલની અંદરથી ઓછામાં ઓછા 75 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 42 લોકોને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો મોલમાં ધુમાડો વધવાને કારણે બેભાન થઈ ગયા હતા.
#Bangladesh: A massive fire in a six-story building in Dhaka, killed at least 43, injured 22. The fire originated in a restaurant and quickly spread to other floors. pic.twitter.com/XlyJk6BjYR
— DD News (@DDNewslive) March 1, 2024
દરમિયાન, ઢાકા ટ્રિબ્યુન અનુસાર, કચ્છી ભાઈ નામની રેસ્ટોરન્ટમાં રાત્રે 9.45 કલાકે આગ લાગી હતી. જેમાં ભારે જહેમત બાદ 12.30 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ડઝનેક લોકોના મોત થયા હતા. કેટલાક લોકોએ આગને કારણે અથવા ગૂંગળામણને કારણે બિલ્ડિંગ પરથી કૂદવાનું યોગ્ય માન્યું હતું, પરંતુ તેઓ પણ નીચે પડી જતાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો રડતા જોઈ શકાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)