News Continuous Bureau | Mumbai
બાંગ્લાદેશ(Bangladesh)માં મોંઘવારી(Inflation)થી ત્રસ્ત જનતાને સરકારે(Govt) વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલ(petrol diesel price hike)ની કિંમતોમાં ૫૧.૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવ(fuel rate)માં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે.
A huge protest march was held in the capital #Dhaka against the unreasonable and abnormal increase in the price of all types of fuel oil..#StepDownHasina#BangladeshEconomicCrisis#SaveBangladesh #Bangladesh pic.twitter.com/7Ex1pmjoSm
— shahinur (@shahinu_r) August 6, 2022
ગઈકાલે રાત્રે ૧૨.૦૦ કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર ઓક્ટેનની કિંમત હવે ૧૩૫ ટકા થઈ ગઈ છે, જે ૮૯ ટકાના પાછલા ભાવથી ૫૧.૭ ટકા વધુ છે. બાંગ્લાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત હવે ૧૩૦ ટકા છે, એટલે કે તેમાં ૪૪ ટકા જેટલો વધારો કરાયો છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા ચીનની સોડ માંથી ખસ્યું- ભારતના ઇશારે ચાઈનીઝ વોર શિપ ને અટકાવી
વીજળી, ઉર્જા અને ખનીજ સંસાધન મંત્રાલયે ફ્યુલની કિંમતોમાં વધારાને લઈને નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ઇંધણના ભાવ(Fuel rate)માં વૃદ્ધિને કારણે આ નિર્ણય થયો છે. ઓછા ભાવ પર ઈંધણ વેચવાને કારણે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન(Bangladesh Petroleum Corporation)ને ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે ૮,૦૧૪.૫૧ ટકાનું નુકસાન થયું છે. મંત્રાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફ્યૂલની કિંમત વધવાથી ભારત સહિત ઘણા દેશ પહેલા આ નિર્ણય લઈ ચૂક્યા છે.