News Continuous Bureau | Mumbai
Bangladesh: બાંગ્લાદેશના વિવાદાસ્પદ છાત્ર નેતા અને ‘ઇન્કલાબ મંચ’ના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સિંગાપોરમાં નિધન થયું છે. ઢાકામાં થયેલા જીવલેણ હુમલા બાદ તેમને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા. હાદીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા બાંગ્લાદેશમાં ફરી એકવાર તણાવ અને હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોણ હતો શરીફ ઉસ્માન હાદી?
શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશની રાજનીતિમાં એક ઉભરતો અને વિવાદાસ્પદ ચહેરો ગણાતો હતો. તે ‘ઇન્કલાબ મંચ’ના પ્રવક્તા તરીકે જાણીતો હતો અને જુલાઈ ૨૦૨૪માં થયેલા છાત્ર વિદ્રોહ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની સત્તાને પડકારવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઝલકાઠી જિલ્લામાં જન્મેલા હાદીના પિતા મદરેસાના શિક્ષક હતા અને તેણે પોતે પણ પ્રારંભિક શિક્ષણ નેસરાબાદ કામિલ મદરેસામાંથી મેળવ્યું હતું. આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં તે ઢાકા-૮ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાનો હતો અને સક્રિયપણે પ્રચાર કરી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Pomegranate Juice Benefits: શરીરમાં લોહી વધારવાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં દાડમનો જ્યુસ છે લાભદાયક, જાણો તેના ફાયદા.
ઢાકામાં દિવસદહાડે થયો હતો હુમલો
ઉસ્માન હાદી પર થયેલો હુમલો અત્યંત આયોજનબદ્ધ હોવાનું સામે આવ્યું છે. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ, જ્યારે હાદી ઢાકાના પલટન વિસ્તારમાં ઓટો રિક્ષામાં જઈ રહ્યો હતો, ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ તેના પર અચાનક ગોળીબાર કર્યો હતો. એક ગોળી સીધી તેના માથામાં વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક ઢાકા મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ વધુ નાજુક બનતા તેને વધુ સારવાર માટે એર લિફ્ટ કરીને સિંગાપોર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
બાંગ્લાદેશમાં હિંસાની આશંકા
હાદીના નિધન બાદ ઢાકા સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો ન્યાયની માંગ કરી રહ્યા છે, જ્યારે સુરક્ષા એજન્સીઓ હિંસા ન ભડકે તે માટે સતર્ક બની છે.
