Site icon

Bangladesh Genocide: અમારા ૩૦ લાખ લોકો મારી નાખ્યા, લાખો બળાત્કાર કર્યા……માફીનામું દેખાડીને ભાઈ બનવા નીકળેલા”, બાંગ્લાદેશી વિશેષજ્ઞે પાકિસ્તાનને લીધું આડે હાથ

Bangladesh Genocide: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાનના નિવેદન પર બાંગ્લાદેશના પત્રકાર અને ઇતિહાસકારે સખત પ્રતિક્રિયા આપી. કહ્યું કે પાકિસ્તાને ક્યારેય ૧૯૭૧ના નરસંહાર માટે સાચા દિલથી માફી માંગી નથી

Bangladesh Genocide અમારા ૩૦ લાખ લોકો મારી નાખ્યા

Bangladesh Genocide અમારા ૩૦ લાખ લોકો મારી નાખ્યા

News Continuous Bureau | Mumbai 

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે તાજેતરમાં ઢાકાની મુલાકાત દરમિયાન એવો દાવો કર્યો હતો કે ઈસ્લામાબાદ અને ઢાકા વચ્ચેના ત્રણ વણઉકેલાયેલા મુદ્દાઓ, જેમાં ૧૯૭૧ના નરસંહાર પર માફીની જૂની માંગણી પણ સામેલ છે, તે પહેલા જ બે વાર સુલઝાવી લેવાયા છે. ઈશાક ડારે જવાબ આપ્યો હતો કે, “આ મુદ્દો પહેલીવાર ૧૯૭૪માં સુલઝ્યો હતો. તે સમયનો દસ્તાવેજ બંને દેશો માટે ઐતિહાસિક છે. ત્યારબાદ જનરલ પરવેઝ મુશર્રફ બાંગ્લાદેશ આવ્યા અને આ મુદ્દો સુલઝાવ્યો. આ રીતે આ મુદ્દો બે વાર સુલઝી ગયો છે.” જોકે, પાકિસ્તાનના આ દાવા પર બાંગ્લાદેશી નિષ્ણાતે સખત પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશી પત્રકાર, ઇતિહાસકાર અને રાજકીય વિશ્લેષક સૈયદ બદરુલ અહસને એક લેખમાં પાકિસ્તાનના આ દાવાને ખોટો ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

પાકિસ્તાને બંગાળીઓ પર કેવો આતંક મચાવ્યો હતો?

૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાએ ૩૦ લાખથી વધુ બાંગ્લાદેશીઓની હત્યા કરી હતી, ૨-૪ લાખ મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું, ૧ કરોડ બાંગ્લાદેશીઓને ભારતમાં આશ્રય લેવા માટે મજબૂર કર્યા હતા અને બંગાળી ગામડાં અને શહેરોને આગ ચાંપી દીધી હતી. સૈયદ બદરુલ અહસને પોતાના લેખમાં લખ્યું છે કે જનરલ એએકે નિયાઝીએ તેમના સૈનિકો દ્વારા બાંગ્લાદેશી મહિલાઓ પર બળાત્કાર દ્વારા લોકોની એક ‘નવી નસલ’ બનાવવાની ખુલ્લેઆમ વાત કરી હતી. આ લેખ અવામી લીગની વેબસાઇટ પર પ્રકાશિત થયો છે.

પાકિસ્તાનનું જૂઠાણું: ‘બે વાર મામલો સુલઝાવી લીધો’

બાગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના જીવનચરિત્ર લખનાર અહસને પોતાના લેખમાં લખ્યું છે કે, “શું ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ જૂન ૧૯૭૪માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન પોતાના દેશ વતી માફી માંગી હતી? તેમણે માત્ર ‘તૌબા’ કહ્યું હતું, જાણે કે ૧૯૭૧માં તેમના દેશ અને તેમના દ્વારા કરાયેલા પાપોને ધોવા માટે આ પૂરતું હોય. શું પરવેઝ મુશર્રફે કોઈ માફી માંગી હતી? તેમણે માત્ર ૧૯૭૧ની દુ:ખદ ઘટનાઓ પર ખેદ વ્યક્ત કર્યો હતો. આ માફી માંગવાની કોઈ રીત નહોતી.”

આ સમાચાર પણ વાંચો : Nude Cruise: 11 દિવસનો અનોખો ક્રૂઝ પ્રવાસ, કપડાં વગરની ‘ન્યુડ ક્રૂઝ’ માટે જાણો શું છે ટિકિટ ના ભાવ

પાકિસ્તાન કોઈ પણ રીતે ભાઈચારો ધરાવતો દેશ નથી

સૈયદ બદરુલ અહસને કહ્યું કે શહેબાઝ શરીફ, તેમના મંત્રીઓ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને તેમની પોતાની રચના ‘વી ઓ એન અપોલોજી ટુ બાંગ્લાદેશ’ વાંચવાની જરૂર છે, જેથી તેઓ યાદ રાખી શકે કે પાકિસ્તાનીઓએ બાંગ્લાદેશમાં કેવો આતંક ફેલાવ્યો હતો. તેમણે લખ્યું કે, “આ એવો ગ્રંથ છે જેને શહેબાઝ શરીફ અને તેમના મંત્રીઓની સાથે સાથે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે વાંચવાની જરૂર છે, જેથી તેઓ યાદ રાખી શકે કે તેમના દેશવાસીઓએ બાંગ્લાદેશમાં કેવો આતંક ફેલાવ્યો હતો, અને આ જ કારણ છે કે પાકિસ્તાનને કોઈ પણ રીતે બંગાળી ભાઈચારો ધરાવતો દેશ ન ગણી શકાય.”

US Iran Conflict 2026: મહાજંગનો ખતરો ટળ્યો! સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું; જાણો કેવી રીતે ઈરાન બચી ગયું
Nobel Peace Prize Rules: મચાડોએ ટ્રમ્પને આપ્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર, શું આ એવોર્ડ કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ શકે? જાણો શું કહે છે નિયમો.
Indians in Iran Safety: ઈરાન જંગના આરે: 10 હજાર ભારતીયોના જીવ તાળવે ચોંટ્યા! કાશ્મીરી વિદ્યાર્થીઓના વાલીઓએ વડાપ્રધાન મોદી પાસે માંગી મદદ
Air India Iran Flight Alert: ઈરાને એરસ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ; મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત
Exit mobile version