ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આવતા અઠવાડિયે પેન્સિલવેનિયામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન માટે ચૂંટણી પ્રચાર કરશે, એમ બીડેન અભિયાનમાં જણાવાયું છે. જોકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાને એક "બિનઅસરકારક" નેતા ગણાવ્યા હતાં.
77 વર્ષના બિડેન, ઓબામાની બે ટર્મ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હતા. જ્યારે ઓબામાએ બિડેન અને તેના હાલના સાથી સેનેટર કમલા હેરિસન માટે ચુંટણી પ્રચાર કરવા માટે સમર્થન આપ્યું છે, આ પહેલીવાર બનશે કે 59 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા રૂબરૂમાં ચૂંટણી પ્રચાર કરશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પદ છોડ્યાના ચાર વર્ષ પછી, ઓબામા તેમની વકતૃત્વ કુશળતાને કારણે, હજી પણ વિરોધી ડેમોક્રેટિક પાર્ટી માટે સૌથી મોટી ભીડ ખેંચી રહ્યા છે.
ઓબામા એકમાત્ર ડેમોક્રેટિક નેતા છે જે તેમની ચૂંટણી સભાઓમાં મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરી શકે છે. બીડેન ના વ્યૂહરચનાકારો માને છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પખવાડિયાથી થોડો સમય બાકી રહેતા ઓબામા ની હાજરી બ્લેક અમેરિકનો અને અન્ય સમર્થકોને બહાર આવી મતદાન કરવા પ્રોત્સાહિત કરશે..
