News Continuous Bureau | Mumbai
ચીનની(China) રાજધાની બેઇજિંગમાં(Beijing) કોવિડ-૧૯ માટે પોતાના લગભગ ૨૨ મિલિયન (૨ કરોડથી વધુ) લોકોમાંથી મોટાભાગના લોકોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. બેઇજિંગના ચાઓયાંગ જિલ્લામાં ફેલાયેલા કોરોના વાયરસને(Corona virus) કારણે શાંઘાઈ(Shanghai) જેવા લોકડાઉનની આશંકા વચ્ચે મોટા પાયા પર કોવિડ ટેસ્ટ(Covid tests) કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ચીને મંગળવારે બેઇજિંગમાં બે કરોડ દસ લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો. એક અધિકારીએ આ જાણકારી આપી છે. પહેલાં દેશમાં સોમવારે ૩૫ લાખ લોકોના ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમાંથી ૩૨ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ, તો શાંઘાઈમાં વધુ ૫૨ લોકોના કોરોનાથી મોત થયા છે. આ કેસ સામે આવ્યા બાદ સંક્રમણના વર્તમાન પ્રસારના મામલા વધીને ૧૯૦ થઈ ગયા છે. શાંઘાઈની સમાન રાજધાની બેઇજિંગમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. રાજધાનીના ૧૧ જિલ્લામાં મંગળવારે સામૂહિક તપાસના આદેશ આપવામાં આવ્યો છે અને અનુમાન પ્રમાણે અહીં બે કરોડ ૧૦ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવશે. ચાઓયાંગ જિલ્લામાં ૩૫ લાખ લોકોના ટેસ્ટ થયા, જેમાં કોરોનાના ૩૨ નવા કેસ સામે આવ્યા હતા. બેઇજિંગના સ્થાનીક તંત્રએ જિલ્લાના તમામ લોકોના ત્રણવાર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા છે. આ ટેસ્ટ બુધવારે અને શુક્રવારે પણ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચે(National Health Commission) મંગળવારે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર ચીની મુખ્યભૂમિમાં સંક્રમણના સ્થાનીક પ્રચારના ૧૯૦૮ કેસ સામે આવ્યા, જેમાંથી ૧૬૬૧ કેસ શાંઘાઈમાં સામે આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બ્રિટનમાં ફેલાઈ રહસ્યમય બિમારી. નવા વાયરસથી હેપેટાઈટીસના ૧૦૮ કેસ નોંધાયા