News Continuous Bureau | Mumbai
ઇઝરાયેલના ચૂંટાયેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે તેઓ આગામી સરકાર બનાવવા જઈ રહ્યા છે જે “ઇઝરાયેલના તમામ નાગરિકોના કલ્યાણ માટે કામ કરશે.” 73 વર્ષીય નેતન્યાહુએ મધ્યરાત્રિની સમયમર્યાદાની થોડી મિનિટો પહેલા જાહેરાત કરી હતી. નેતન્યાહુએ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને જાણ કરી કે તેઓ દેશમાં નવી સરકાર બનાવશે. શપથ ગ્રહણ 2 જાન્યુઆરી સુધીમાં થશે.
નવેમ્બરમાં, પ્રમુખ હરઝોગે સત્તાવાર રીતે નેતન્યાહુને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું, જેને નેસેટ (ઇઝરાયેલની સંસદ)ના 64 સભ્યોનું સમર્થન છે. નેતન્યાહુએ સૌથી લાંબો સમય ઇઝરાયેલમાં વડાપ્રધાન પદ પર સેવા આપી છે. તેમણે હરઝોગને ટેલિફોન કરીને જાણ કરી કે તેઓ “છેલ્લી ચૂંટણીમાં મળેલા જબરજસ્ત જનસમર્થનને આભારી” આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે, જે ઇઝરાયેલના તમામ નાગરિકોના કલ્યાણ માટે કામ કરશે.
આ સમાચાર પણ વાંચો:કરોડોના દિલો પર રાજ કરતી આ ટીવી સુંદરીઓ કામ માટે છે તલપાપડ, કામ મેળવવા કરી રહી છે સઁઘર્ષ
નવી સરકારને 64 સભ્યોનું સમર્થન
રાષ્ટ્રપતિએ શરૂઆતમાં તેમને સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય આપ્યો હતો, જે બાદમાં બીજા 10 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો હતો. નેતન્યાહુએ આ 10 દિવસનો સમયગાળો પૂરો થવાના થોડા સમય પહેલા જ સરકાર બનાવવાની જાહેરાત કરી. નવી સરકારને 120 સભ્યોની નેસેટ (સંસદ)માં 64 સભ્યોનો ટેકો હશે, જે તમામ જમણેરીમાંથી હશે. નેતન્યાહુએ પહેલા ટ્વીટ કરીને પોતાની સફળતાની જાહેરાત કરી અને બાદમાં ઇઝરાયેલના રાષ્ટ્રપતિ સાથેની તેમની ફોન વાતચીતની વિગતો શેર કરી.
નેસેટ સ્પીકર યારીવ લેવિન હવે ધારાશાસ્ત્રીઓને નવી સરકારની રચના વિશે જાણ કરે તેવી અપેક્ષા છે, જેની જાહેરાતના સાત દિવસની અંદર શપથ લેવાના રહેશે.