ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
ઘણા સમયની પ્રતિક્ષા બાદ આખરે વિશ્વ આરોગ્ય સંગઠનએ ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
હવે WHO ની મંજૂરી મળી ગયા પછી કોવેક્સિન સ્વદેશીની સાથે સાથે વિદેશી પણ બની જશે અને પૂરી દુનિયામાં તેનો ડંકો વાગશે.
WHO ની મંજૂરી મળ્યા પછી હવે તમે કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકશો.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક જેણે રસી વિકસાવી છે તેણે 19 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાને રસીના ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) માટે પત્ર સબમિટ કર્યો હતો.
મેટ્રો 9 નું કામ જોરદાર ગતિએ; અન્ય મેટ્રો કોરિડોરથી અનોખો હશે આ કોરિડોર; જાણો વિગતે
