ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર.
પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતા અને વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ કાદીર ખાનનું નિધન થયું છે.
અબ્દુલ કાદિર ખાન કોરોના થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યુ સાથે લડી રહ્યા હતા.
ડોકટરના જણાવ્યાનુસાર અબ્દુલ કાદિરનું મૃત્યુ ફેફસાંના કામ ન કરવાને કારણે થયું છે.
તેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે
ભોપાલ (ભારત) માં જન્મેલા અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના અણુ બોમ્બ ધડાકા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં ડો. કાદિર ખાનને પાકિસ્તાનમાં ‘મોહસીન-એ-પાકિસ્તાન’ એટલે કે પાકિસ્તાનના રક્ષક તરીકે પણ ઓળખાતા હતા.
પાકિસ્તાનને પરમાણુ હથિયારથી સમૃદ્ધ દેશ બનાવવામાં તેમનો મોટો ફાળો છે.