ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
દેશના પ્રત્યેક દૂરસ્થ વિસ્તારને પણ યોગ્ય આરોગ્ય સંભાળ અને કોરોના વાયરસની રસી મળે એ સુનિશ્ચિત કરવા માટે ભુતાનના રાજા જોખમી વાયરસ સામે લોકોને જાગ્રત કરવા જંગલોમાં ટ્રેકિંગ કરી રહ્યા છે. પરંપરાગત ઝભ્ભો અને બેસબોલની કૅપ પહેરીને તેની જરૂરિયાતો માટે એક બૅકપૅક સાથે કિંગ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તેમના રાજ્યની આસપાસની શિબિરોને તપાસવા માટે નીકળી પડ્યા છે.
અનેક કિલોમીટર ચાલી અથવા ઉપલબ્ધતા અનુસાર ઘોડો અને કાર દ્વારા દેશના દૂરના વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે. ભૂતાનમાં ભૂતકાળમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો હતો અને ૪૧ વર્ષના રાજાએ ખાતરી આપી કે લોકો તમામ પ્રકારનાં રક્ષણાત્મક પગલાં લે છે. આ અંગે દેશના વડા દેશના વડા પ્રધાન લોટશેરિંગે મીડિયાને કહ્યું કે “જ્યારે રાજા માઇલો સુધી પ્રવાસ કરે છે અને લોકોને મહામારી વિશે ચેતવવા માટે દરવાજો ખખડાવે છે, ત્યારે તેમના નમ્ર શબ્દોનો આદર કરવામાં આવે છે અને તેને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. ફક્ત માર્ગદર્શિકા જાહેર કરવા કરતાં રાજાની હાજરી વધુ શક્તિશાળી છે."
રાજા ફક્ત આરોગ્ય સુવિધાઓની પ્રગતિની જ તપાસ નથી કરી રહ્યા, તે ખાસ કરીને દૂરસ્થ વિસ્તારોના બધા ફ્રન્ટલાઇન કામદારોનો આભાર માનવા માટે પણ આ ટ્રેક કરી રહ્યા છે. જે છેલ્લા 1.5 વર્ષમાં કોવિડ દર્દીઓની સહાય માટે અથાક મહેનત કરી રહ્યા છે. તેઓ કુલ ૪,૩૪૩ મીટર (14,250 ફૂટ)ની ઊંચાઈ પરથી પસાર થતી પગદંડી પર પાંચ દિવસ ચાલતા ગયા હતા અને દરેક સફર પછી, તે પ્રોટોકોલને અનુસરી રાજધાની થિમ્ફુની એક હૉટેલમાં કોરનટાઇન પણ થાય છે.
ઇજિપ્તમાં થઈ રહ્યો છે અનોખો પ્રયોગ; કરાયો ‘મમી’નો સીટીસ્કૅન, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રાજાને પણમોટાભાગના અધિકારીઓની જેમકોરોનાવાયરસ રસીનો એક ડોઝ મળ્યો છે. એ દરમિયાન ભૂતાનમાં વેક્સિન માટે માત્ર વસ્તીના ઓછામાં ઓછા 90 ટકા લોકોને ઓછામાં ઓછો એસ્ટ્રાઝેનેકા એક ડોઝ આપવામાં આવ્યો છે.