ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અમેરિકામાં કોવિડ-19 ની વિરુદ્ધ બૂસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
આ જ કવાયતમાં રાષ્ટ્રપતિ જો બાયડને વ્હાઈટ હાઉસમાં ફાઈઝરનો બુસ્ટર ડોઝ લીધો છે.
આ દરમિયાન રસી લેવાથી ઈન્કાર કરી રહેલા નાગરિકોને ફટકાર લગાવતા કહ્યું કે તે અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે.
તેઓએ અગાઉ પણ ફાઈઝરના બે ડોઝ લીધા હતા. અમેરિકાએ આરોગ્ય નિષ્ણાંતોએ બુસ્ટર ડોઝને માન્યતા આપી છે.
હાલમાં અમેરિકામાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply